INS ઉદયગિરી અને હિમગિરી કેટલું ખતરનાક છે, 9 પોઇન્ટ્સમાં સમજો તેની ખાસિયત
INS Udaygiri and INS Himgiri Features : સમુદ્રમાં ભારતીય નૌસૈનાની તાકાતમાં વધુ વધારો થયો છે. બે અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ INS ઉદયગિરી અને INS હિમગિરી વિશાખાપટ્ટનમમાં એકસાથે કાર્યરત કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ તેમની વિશેષતા શું છે
INS Udaygiri and INS Himgiri Features : સમુદ્રમાં ભારતીય નૌસૈનાની તાકાતમાં વધુ વધારો થયો છે. બે અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ INS ઉદયગિરી અને INS હિમગિરી વિશાખાપટ્ટનમમાં એકસાથે કાર્યરત કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ તેમની વિશેષતા શું છે. (Photo: Indian Navy/FB)
હવે ભારતીય નૌસેના પાસે કુલ 14 ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ છે. દરેક ફ્રિગેટમાં 8 વર્ટિકલ લોન્ચ બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઇલ લોન્ચર્સ લાગેલા છે. બંને યુદ્ધ જહાજો બ્રહ્મોસ મિસાઇલ ફાયર કરવામાં સક્ષમ છે. જ્યારે આગામી સમયમાં ભારતીય નૌકાદળ પાસે કુલ 20 ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ્સ હશે. (Photo: Indian Express)
INS ઉદયગિરીનું નિર્માણ મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે કર્યું છે. આ નૌસેનાની વોરશિપ ડિઝાઇન બ્યુરોની 100મી ડિઝાઇન છે. જ્યારે INS હિમગિરી કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જે આ શિપયાર્ડમાંથી બનવાર પ્રથમ P-17A યુદ્ધ જહાજ છે.(Photo: Indian Navy/FB)
INS ઉદયગિરી અને INS હિમગિરી બંને જહાજો પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવ્યા છે. આ યુદ્ધ જહાજો પ્રોજેક્ટ નીલગીરી ક્લાસ ફ્રિગેટ્સ હેઠળ બનાવવામાં આવ્યા છે. (Photo: Indian Navy/FB)
આ બંને યુદ્ધ જહાજોમાં CODOG પ્રપલ્શન સિસ્ટમ (ડીઝલ અને ગેસ ટર્બાઇનથી ચાલનાર) લાગેલી છે. તેમની ગતિ 28 નોટ્સ (52 કિલોમીટર) પ્રતિ કલાક છે. બંનેનું વજન 6,700ટન છે. (Photo: @indiannavy/X)
INS ઉદયગિરી અને INS હિમગિરી બંનેમાં એવા શસ્ત્રો તૈનાત છે જે દુશ્મનોના હોશ ઉડાવી શકે છે. તેમાં લાંબા અંતરની સતહથી હવામાં માર કરનાર અને સપાટીથી સપાટી પર માર કરનાર મિસાઇલો પણ તૈનાત છે. (Photo: Indian Navy/FB)
INS ઉદયગિરી અને INS હિમગિરી બંને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલો, બરાક 18 મધ્યમ શ્રેણીની હવાઈ સંરક્ષણ મિસાઇલો, 76 મીની ગન, 30 મિમી અને 12.7 મિમી ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ, ટોર્પિડો અને સબમરીન વિરોધી શસ્ત્રો, અદ્યતન AESA રડાર અને સોનાર સિસ્ટમથી સજ્જ છે. (Photo: Indian Navy/FB)
બંને યુદ્ધ જહાજો સ્ટીલ્થ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેઓ દુશ્મન દ્વારા સરળતાથી પકડાતા નથી. તેમની ડિઝાઇન એવી છે કે તેઓ દુશ્મનના રડાર, સેન્સર અને સર્વેલન્સ સિસ્ટમમાં સરળતાથી દેખાશે નહીં. (Photo: Indian Navy/FB)
આ યુદ્ધ જહાજોને નૌસેનાના ઇસ્ટર્ન ફ્લીટમાં સમાવવામાં આવશે. આ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની સુરક્ષા અને દેખરેખ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. (Photo: Indian Navy/FB)