monsoon travel tips : ચોમાસામાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે બનાસકાંઠાની આ જગ્યાઓ, વીકએન્ડમાં બનાવો ફરવાનો પ્લાન
banaskantha travel destination : ચોમાચા દરમિયાન કુદરતી સૌંદર્ય ભરપૂર ખીલી ઉઠે છે. ત્યારે મનેમાં એક પ્રશ્ન આવે કે ચોમાસા દરમિયાન વીકએન્ડમાં ક્યાં ફરવા જઈ શકાય? અહી તમને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે વીકએન્ડ દરમિયાન જઈ શકો.
monsoon travel destination in north Gujarat : ગુજરાતમાં ચોમાસું બેશી ગયું છે. વરસાદ પણ પડવા લાગ્યો છે ત્યારે ચોમાસા દરમિયાન લોકોને ધોધ અને ઝરણાં તેમજ કુદરતી સૌંદર્યનો આનંદ માણવો હોય છે. આવી સ્થિતિ લોકો પહાડી વિસ્તારો તરફ દોટ મૂકે છે. ચોમાસામાં પહાડો લીલાછમ થઈ જાય છે અને નદીઓ પણ જીવંત થાય છે. ચોમાચા દરમિયાન કુદરતી સૌંદર્ય ભરપૂર ખીલી ઉઠે છે. ત્યારે મનેમાં એક પ્રશ્ન આવે કે ચોમાસા દરમિયાન વીકએન્ડમાં ક્યાં ફરવા જઈ શકાય? અહી તમને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે વીકએન્ડ દરમિયાન જઈ શકો.(photo-Social media)
પાણીયારી ધોધ : બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળામાં પાલનપુર થી અંબાજી જતા હાઈવે ઉપર મુમનવાસથી નજીક પાણીયારી ગુરૂ પર્વત વિસ્તાર માંથી નીકળતો પાણીયારીનો ધોધ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. બનાસકાંઠા ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, હિંમતનગર અરવલ્લી સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા સ્નાન કરી પ્રકૃતિની મજા માણી રહ્યા છે. (photo-Social media)
અરવલ્લીની આ ગિરિમાળામાંથી નદી સ્વરૂપે ત્રણ સ્ત્રોતો નીકળે છે. એક ઉમરદશીનું ઉદ્દગમ સ્થાન , બીજો પાણીયારી ધોધ સ્વરૂપે પડે છે જે આગળ જતાં જોયણી નદી તરીકે ઓળખાય છે અને વડગામ તાલુકાના સલેમકોટ પાસે સરસ્વતીમાં ભળી જાય છે. ત્રીજો જળ સ્ત્રોત કરમાવાદ સરોવરમાં જાય છે.(photo-Social media)
બાલારામ મહાદેવ મંદિર, નદી : બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરથી માત્ર 12 કિલોમીટર દૂર બાલારામ મંદિરના દર્શન કરવા જઈ શકો છે. નદી કિનારે આવેલા આ મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ પર આવેલું છે. નવાબોનાં મહેલો અને હિન્દુ મંદિરો પણ જોવલાયક છે. (photo-Social media)
અંબાજી ગબ્બર : અંબાજી ગામના પશ્ચિમે આશરે ચાર કિ.મી.ના અંતર પર ગબ્બર આવેલો છે. આ ટેકરી ખૂબ કપરા અને મુશ્કેલ ચઢાણ વળી છે. પહાડના નીચેથી 300 પથ્થરનાં પગથીયાઓ છે તે પછી યાત્રાળુઓ માટે એક સાંકડી ખતરનાક કેડી દ્વારા ચઢાણ આવે છે. પર્વતમાળાની સપાટ ટોચ પર અંબાજીના મંદિરની એક નાની જગ્યા છે. (photo-Social media)
ગબ્બર ચઢીને તમે એડવેન્ચરનો આનંદ પણ ઉઠાવી શકો છો. સાથે સાથે અહીં રોપવેનો ઉપયોગ કરીને ગબ્બર ચઢી શકો છો. નાના બાળકોને રોપવેમાં બેસવાની મજા આવતી હોય છે. (photo-Social media)