Rishabh Pant Record : ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 178 બોલમાં 12 ફોર અને 6 સિક્સર સાથે 134 રન બનાવ્યા. આ સદી સાથે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારો વિકેટકિપર બની ગયો
IND vs ENG: ઈંગ્લેન્ડ સામે હેડિંગ્લે, લીડ્સમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને વિકેટકિપર ઋષભ પંતે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. પંતે શોએબ બશીરના બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
પંતની ઈંગ્લેન્ડની ધરતી પર આ ત્રીજી ટેસ્ટ સદી હતી. પંતે તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 7મી સદી ફટકારવાની સાથે સાથે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ચોથી સદી ફટકારી હતી. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
ઋષભ પંતે ધોનીનો રેકોર્ડ તોડ્યો : ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઋષભ પંતે 146 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. આ સદી સાથે તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારો વિકેટકિપર બની ગયો છે. તેણે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 6 સદી ફટકારી હતી. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
પંતે સૌરવ ગાંગુલીની બરાબરી કરી : ઇંગ્લેન્ડમાં ઋષભ પંત ઉપરાંત સૌરવ ગાંગુલીના નામે પણ 3 સદી છે. સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી, વિજય મર્ચન્ટ, અઝહરુદ્દીન, કેએલ રાહુલ અને રવિ શાસ્ત્રીના નામે 2-2 સદી છે. ભારત તરફથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સદી રાહુલ દ્રવિડના નામે છે. તેમણે 6 સદી ફટકારી છે. સચિન તેંડુલકર અને દિલીપ વેંગસરકરના નામે 4-4 સદી નોંધાયેલી છે. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
ઇંગ્લેન્ડમાં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત : ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પહેલા જ પ્રવાસમાં તેણે ઓવલ ખાતે 114 રનની ઈનિંગ રમીને ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર શરુઆત કરી હતી. આ પછી 2022માં બર્મિંગહામમાં 146 રનની ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં તેણે 57 રન બનાવ્યા હતા.(તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
પંતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 178 બોલમાં 12 ફોર અને 6 સિક્સર સાથે 134 રન બનાવ્યા હતા. પંત સિવાય શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પણ સદી ફટકારી હતી. જેની મદદથી ભારતે પ્રથમ દાવમાં 471 રન બનાવ્યા હતા. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)