ઋષભ પંતે સદી ફટકારી ઇતિહાસ રચ્યો, 93 વર્ષમાં આવી સદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો
Rishabh Pant hundred : ઋષભ પંતે બીજા દાવમાં 140 બોલમાં 15 ફોર અને 3 સિક્સર સાથે 118 રન બનાવ્યા. આ પહેલા પ્રથમ દાવમાં 178 બોલમાં 12 ફોર અને 6 સિક્સર સાથે 134 રન બનાવ્યા હતા
Rishabh Pant Record : એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારતના વાઈસ કેપ્ટન ઋષભ પંતે સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. તે 93 વર્ષના ઈતિહાસમાં ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં સદી ફટકારનારો સૌપ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
ઋષભ પંત ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનારો 7મો ભારતીય બન્યો છે. લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે સૌથી વધુ 3 વખત અને રાહુલ દ્રવિડે 2 વખત આવી સિદ્ધિ મેળવી છે. આવી સિદ્ધિ સૌથી પહેલા લિજેન્ડરી વિજય હજારેએ મેળવી હતી. વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને રોહિત શર્માએ પણ આ સિદ્ધિ હાંસલ કરી છે. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
બંને ઇનિંગ્સમાં સદી ફટકારનારા ભારતીયો : વિજય હઝારેએ 1948માં એડીલેડમાં ઓસ્ટ્રેલિયા સામે બંને ઈનિંગમાં સદી ફટકારી હતી. સુનિલ ગાવસ્કરે 1971માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે, 1978માં પાકિસ્તાન સામે કરાંચીમાં અને ઈડન ગાર્ડનમાં વિન્ડિઝ સામે બંને ઈનિંગમાં સદી ફટકારી હતી. રાહુલ દ્રવિડે 1999માં ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટનમાં અને 2005માં ઈડન ગાર્ડન્સમાં પાકિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી હતી. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
કોહલી, રહાણે અને રોહિત પણ આ યાદીમાં સામેલ : વિરાટ કોહલીએ 2014માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. અજિંક્ય રહાણેએ 2015માં દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા સામે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ વર્ષ 2019માં વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામે બંને ઈનિંગમાં સદી ફટકારી હતી. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
ઇંગ્લેન્ડમાં ચોથી ટેસ્ટ સદી : ઋષભ પંતે લીડ્ઝ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા. તેણે બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડમાં આ તેની ચોથી ટેસ્ટ સદી છે. તેણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં કુલ 5 સદી ફટકારી છે. પંત ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી. રાહુલે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
ઇંગ્લેન્ડ સામે બીજા દાવમાં ઋષભ પંત 140 બોલમાં 15 ફોર અને 3 સિક્સર સાથે 118 રને શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. આ પહેલા પ્રથમ દાવમાં 178 બોલમાં 12 ફોર અને 6 સિક્સર સાથે 134 રન બનાવ્યા હતા. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)