Diwali 2024 Celebration: દિવાળી પર નહીં ફેલાય પ્રદૂષણ, જાણો ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવણી ટિપ્સ
Eco Friendly Diwali Eelebration Tips: દિવાળી પર હવા પ્રદૂષણ ન થાય તે માટે હાલ ઇકો ફ્રેન્ડલી ગ્રીન દિવાળી સેલિબ્રેશન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અહીં જણાવેલી ટીપ્સ અનુસરી તમે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર શાનદાર રીતે દિવાળી ઉજવી શકો છો.
Eco Friendly Diwali Tips : ઇકો ફ્રેન્ડલી દિવાળી સેલિબ્રેશન દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળી નવા વિક્રમ સંવતની શરૂઆત. દિવાળી પર ફટાકડા ફોડવાથી અવાજ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ વધી જાય છે. પરિણામ ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હવા પ્રદૂષણ ન થાય તે માટે હાલ ઇકો ફ્રેન્ડલી ગ્રીન દિવાળી સેલિબ્રેશન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. (Photo: Canva)
સોલર પાવર એલઇડી લાઇટનો ઉપયોગ કરો દિવાળી પર ઘરને પ્રકાશિત કરવા માટે સોલર પાવર એલઇડી લાઇટ્સનો ઉપયોગ કરો. આ લાઈટો સૌર ઊર્જાથી ચાલે છે. સૂર્યપ્રકાશમાંથી ઊર્જા મેળવતી આ લાઇટ્સ પ્રદૂષણ સામે રક્ષણ આપવાની સાથે સાથે આરામદાયક પણ છે. (Photo: Freepik)
માટીના દીવા કરો દિવાળીના દિવસે ઘરને પ્રકાશિત કરવા માટે માટીના દીવા સૌથી શ્રેષ્ઠ અને પ્રાચીન પરંપરા છે. પરંતુ આજકાલ લોકો દિવાળીના દિવસે ઘરમાં મીણબત્તી પ્રગટાવે છે, જેમાં પેટ્રોલિયમ પેદાશો હોય છે અને પર્યાવરણને પ્રદૂષિત કરે છે. પર્યાવરણને પ્રદૂષણથી બચાવવું હોય તો ઘરને માટીના દીવાઓથી પ્રકાશિત કરો. (Photo: Canva)
ઘરના આંગણે ઈકો ફ્રેન્ડલી રંગોળી બનાવો હિંદુ ધર્મમાં ઘરના આંગણે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. જો તમે પણ આ દિવાળીમાં ઓર્ગેનિક રીતે આંગણાને સજાવવા માંગો છો તો ઇકો ફ્રેન્ડલી રંગોળી બનાવો. રંગોળી બનાવવા માટે કેમિકલ કલરનો ઉપયોગ કરશો નહીં. આવા કલર હવાને દૂષિત કરી શકે છે. ઇકો-ફ્રેન્ડલી રંગોળી બનાવવા માટે તમે ફૂલો, રંગીન ચોખાના દાણા, લોટ અને હળદર, કંકુનો ઉપયોગ કરી શકો છો. (Photo: Freepik)
ઘરને ઇન્ડોર પ્લાન્ટથી સજાવો ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવવા માટે ઘરને ઇનડોર પ્લાન્ટથી સજાવો. તમે ઘરના અલગ અલગ ભાગમાં અલગ અલગ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટ લગાવીને ઘરને સજાવી શકો છો. તમે હેંગિગ સ્ટાઇલમાં પ્લાન્ટ વડે ઘરને ડેકોરેટ કરી શકો છો. એરિકા પામ પ્લાન્ટ લગાવો. આ છોડ હવાને શુદ્ધ કરે છે અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને દૂર કરીને હવામાં ભેજ જાળવી રાખે છે. (Photo: Freepik)
Diwali 2024 Date : દિવાળી ક્યારે છે? દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળી આસુ અમાસ તિથિ પર ઉજવાય છે. આ વખતે આસુ અમાસ તિથિ 31 ઓક્ટોબર, 2024ના રોજ ઉજવાશે. દિવાળી પર ઘરને દીવાથી પ્રકાશિત કરવામાં આવે છે. 7 દિવસનો દિવાળી પર્વ રમા એકાદશી થી શરૂ થાય અને કારતક સુદ બીજ પર સુધી ચાલે છે. (Photo: Canva)