Arjun Tendulkar Fitness Diet : અર્જુન તેંડુલકર હાલ તેની સગાઇના કારણે ચર્ચા છે. અર્જુનની સગાઇ મુંબઈના બિઝનેસમેન રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઇ છે
Arjun Tendulkar Fitness Diet : ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સચિન તેંડુલકરનું નામ હંમેશા માટે સુવર્ણ અક્ષરે લખાશે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે પણ પોતાની મહેનત અને સમર્પણથી લોકોની નજરમાં એક અલગ જ જગ્યા બનાવવાનું શરૂ કરી દીધું છે. અર્જુને 2018માં ભારતીય અંડર-19 ટીમ તરફથી ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તેણે મુંબઈ તરફથી ટી-20 ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ગોવા માટે રણજી ટ્રોફીમાં પોતાની પહેલી જ મેચમાં સદી ફટકારીને તે ચર્ચાનો વિષય બન્યો હતો. (Photo : arjuntendulkar24/insta)
આ સાથે જ અર્જુન તેંડુલકરને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમવાની તક મળી. હવે અર્જુન તેંડુલકરે પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તાજેતરમાં જ તેણે મુંબઈના બિઝનેસમેન રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે સગાઈ કરી હતી. અર્જુન તેંડુલકર ફરી એકવાર ચર્ચા છે. જોકે અર્જુન તેંડુલકર તેની હાઈટ, ફિટનેસ અને ડાયેટને લઈને પણ ચર્ચામાં છે. આ દરમિયાન દરેક વ્યક્તિ અર્જુન તેંડુલકરની ફિટનેસનું રહસ્ય જાણવા માંગે છે.(Photo : arjuntendulkar24/insta)
અર્જુન તેંડુલકરની હાઇટ 6 ફૂટ 3 ઇંચ : સચિન તેંડુલકરની હાઇટ સાડા પાંચ ફૂટ છે જ્યારે અર્જુનની હાઇટ છ ફૂટ ત્રણ ઇંચ છે. આ સાથે અર્જુન તેંડુલકર તેની ફિટનેસને જાળવી રાખવા માટે ખુબ જ મહેનત કરે છે. ચાલો તમને જણાવીએ કે તે શું ખાય છે, ફિટ રહેવા માટે શું કરે છે, તેઓ કઈ કસરતો કરે છે અને પોતાને કેવી રીતે ફિટ રાખે છે.(Photo : arjuntendulkar24/insta)
અર્જુન તેંડુલકરની ડાયેટ : અર્જુનનો આહાર ખૂબ જ સરળ પણ પૌષ્ટિક છે. તેના ભોજનમાં હંમેશાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. દાળ, શાકભાજી, ચોખા, પોલી, દહીં, ચિકન, માછલી અને ફળો તેના દૈનિક આહારનો એક ભાગ છે. (Photo : arjuntendulkar24/insta)
પ્રોટીન માટે તે ડ્રાયફ્રૂટ્સ, દૂધ અને ફળોનો રસ પીવે છે. તે જંક ફૂડને સંપૂર્ણપણે ટાળે છે અને માત્ર ઘરનું બનેલું ભોજન જ ખાય છે. પૂરતું પાણી પીવું અને સમયસર ખાવું એ તેની ફિટનેસનું મુખ્ય રહસ્ય છે.(Photo : arjuntendulkar24/insta)
અર્જુનની ફિટનેસનું રહસ્ય : અર્જુન બાળપણથી જ ફિટ છે, જેના માટે તે ક્યારેય ત્રણ બાબતો સાથે સમજુતી કરતો નથી. જેમાં રોજની કસરત, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘનો સમાવેશ થાય છે. મુસાફરી દરમિયાન પણ તે કસરત કરવાનું અને પૌષ્ટિક આહાર લેવાનું બંધ કરતો નથી. (Photo : arjuntendulkar24/insta)
મીડિયા રિપોર્ટ જણાવે છે કે અર્જુન તેંડુલકર તેના વર્કઆઉટ પહેલા અને પછી કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લે છે, તેના ડાયેટ અને ફિટનેસ રુટિનમાં વેઈટલિફ્ટિંગ, એક્સરસાઈઝ વગેરે સામેલ છે, જેના કારણે તેની હાઈટમાં પણ ફાળો રહ્યો છે.(Photo : arjuntendulkar24/insta)