Sonakshi Sinha Red Saree Wedding Look: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન ફોટા - વીડિયો વાયરલ થયા છે. સોનાક્ષી સિંહાનો મેરેજ અને રિસેપ્શનમાં સાડી લુક ચાહકનો ગમ્યો છે. સોનાક્ષી અગાઉ આ બોલીવુડ અભિનેત્રીઓએ તેમના લગ્ન અને રિસેપ્શનમાં સાડી પહેરી ચારે બાજુથી પ્રશંસા મેળવી હતી.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન ફોટા - વીડિયો વાયરલ થયા છે. સોનાક્ષી સિંહાનો મેરેજ અને રિસેપ્શનમાં સાડી લુક ચાહકનો ગમ્યો છે. સોનાક્ષી અગાઉ આ બોલીવુડ અભિનેત્રીઓએ તેમના લગ્ન અને રિસેપ્શનમાં સાડી પહેરી ચારે બાજુથી પ્રશંસા મેળવી હતી. (Photo: varindertchawla)
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન ચર્ચામાં છે. આ સેલિબિર્ટી કપલના મેરેજ અને રિસેપ્શનના ફોટા તેમજ વીડિયા વાયરલ થયા છે. આ ન્યુ કપલ પર ચાહકો શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે. સોનાક્ષી સિંહાના મેરેજ અને રિસેપ્શનમાં સાડી લૂકની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. સોનાક્ષી અગાઉ આ બોલીવુડ અભિનેત્રીઓ પર પોતાના મેરેજમાં સાડી પહેરી છવાઇ ગઇ છે. (Photo: varindertchawla)
સોનાક્ષી સિંહા લગ્નમાં 40 વર્ષ જૂની સાડી પહેરી સોનાક્ષી સિંહા એ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂન, 2024ના રોજ મુંબઇમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. અભિનેત્રીએ મેરેજ અને રિસેપ્શન માટે અલગ અલગ કલરની સાડી પહેરી હતી. રજિસ્ટર્ડ મેરેજ વખતે સોનાક્ષી સિંહા એ 40 વર્ષ જુની આઇવરી સાડી પહેરી હતી, જે તેની માતા પૂનમ સિંહાએ તેમના લગ્નમાં પહેરી હતી. મેરેજમાં સોનાક્ષી સિંહાએ વ્હાઇટ લુક આઉટફીટ અને ડાયમંડ જ્વેલરી સાથે મેચિંગ હેર સ્ટાઇલ પર કરી હતી. સોનાક્ષીએ સફેદ ફુલ ગજરો સાથે બન હેર સ્ટાઇલ કરી હતી. (Photo: varindertchawla)
સોનાક્ષી સિંહા - ચાંદ બુટા બનારસી સાડી લુક ચાહકોને ગમ્યો સોનાક્ષી સિંહા એ રિસેપ્શન માટે ગોલ્ડન બોર્ડરવાળી લાલ રંગની ચાંદ બુટા બનારસી સાડી પહેરી હતી. સોનાક્ષીએ ફ્રી પલ્લુ સ્ટાઇલમાં બનારસી સાડી પહેરી હતી. આ સાડીની કિંમત 80000 રૂપિયા હોવાનું કહેવાય છે. સોનાક્ષીએ કુંદન જ્વેલરી અને લાલ રંગની બંગડી સાથે બ્રાન્ડલ લુક કમ્પલીટ કર્યો હતો. માથામાં સિંદૂર અને ગજરા સાથે બન હેર સ્ટાઇલ કરી હતી. ચાંદ બુટા સાડી લૂકમાં સોનાક્ષી સિંહા પર ખુબ જ સુંદર દેખાય છે. (Photo: varindertchawla)
દીપિકા પદુકોણનો ગોલ્ડન સાડીમાં રોયલ લૂક દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ફેમસ બોલીવુડ કપલ છે. તેમણે 14 નવેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. દીપિકા પદુકોણે રિસેપ્શનમાં ગોલ્ડન બનારસી સાડી પહેરી હતી, જેમા રોયલ લૂક ગેટઅપ કર્યો હતો. દીપિકા પદુકોણે ગોલ્ડન સાડી સાથે હેવી ચોકર ડાયમંડ નેકલેસ અને લોંગ પર્લ હાર પહેર્યો હતો. માથામાં સિંદૂર અને ગજરા સાથે બન હેર સ્ટાઇલમાં દીપિકા પદુકોણ સુંદર દેખાતી હતી. (Photo: Social Media)
આલિયા ભટ્ટ મેરેજ લુક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના 14 એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે પણ મેરેજમાં ઓફ વ્હાઇટ ટ્યુશ ફેબ્રિક સાડી પહેરી હતી. આ ટ્રાન્સપરન્ટ ટ્યુશ ફેબ્રિક સાડી સાથે આલિયા ભટ્ટ હેવી ડાયમંડ નેકલેસ, ઈયરિંગ અને હાથમાં જ્વેલરી સાથે મેચિંગ બગડી અને કડા પહેર્યા હતા. તો માથામાં માંગ ટીકો અને શિશ ફુલ સાથે ઓપન હેર સ્ટાઇલ સાથે કેરી કરી હતી. આ ઓફ વ્હાઇટ બ્રાઉડલ ડ્રેસમાં આલિયા ભટ્ટ કોઇ રાજકુમારી જેવી દેખાતી હતી. (Photo: Social Media)
કેટરિના કૈફ બ્રાઉડલ લુક બોલીવુડ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફોટા પણ બહુ વાયરલ થયા હતા. આ કપલે 9 ડિસેમ્ર 2021માં લગ્ન કર્યા હતા. કેટરિના કૈફે લગ્નમાં લાલ રંગનો હેવી લહેંગો પહેર્યો હતો, જેમા સુંદર એમ્બ્રોઇડરી અને ડાયમંડ વર્ક હતુ. રેડ બ્રાઉડલ આઉટફિટ સાથે કેટરિના કૈફે હેવી જ્વેલરી પહેરી હતી. જેમા ડાયમંડ નેકલેસ, ઇયરિંગ, માંગ ટિકો, શિશ ફુલ અને નાકમાં સુંદર નથ સાથે બ્રાઉડલ લુક કમ્પ્લેટ કર્યો હતો. તો હાથમાં લાલ રંગનો ચૂડો પહેંચ્યો હતો. કેટરિના કૈફ બ્રાઉડલ લુકમાં બહુ જ સુંદર દેખાતી હતી. (Photo: Social Media)