કંગના રનૌત આટલી મોંઘી બેગ લઈને સંસદ પહોંચી, લાખોમાં છે તેની કિંમત
Kangana Ranaut Parliament style: બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ ચોમાસું સત્રમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચી હતી. આ દરમિયાન તેના હાથમાં એક બેગ પણ જોવા મળી હતી જે એકદમ અનોખી લાગે છે.
ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર તેમના લુક અને લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે ચર્ચામાં રહે છે. આ સમયે કંગના રનૌત તેની એક મોંઘી વસ્તુને કારણે હેડલાઇન્સમાં આવી છે. (Photo: Kangana Updates/X)
તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ ચોમાસું સત્રમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચી હતી. આ દરમિયાન તેના હાથમાં એક બેગ પણ જોવા મળી હતી જે એકદમ અનોખી લાગે છે. (Photo: Kangana Updates/X)
કંગના રનૌતની આ બેગ આ સમયે ખૂબ ચર્ચામાં છે. આ બેગની કિંમત સામે આવી છે જે દર્શાવે છે કે ખરેખરમાં ફિલ્મ સ્ટાર્સનું જીવન સામાન્ય લોકો કરતા ખૂબ જ અલગ છે. (Photo: Kangana Updates/X)
કારણ કે મધ્યમ વર્ગના પરિવારનો વ્યક્તિ આટલી મોંઘી વસ્તુઓ ખરીદી શકતો નથી. કંગના રનૌત સંસદ જતી વખતે પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. પરંતુ તેની બેગ તેના લુકમાં વધારો કરતી જોવા મળી હતી. (Photo: Kangana Updates/X)
ત્યાં જ આજે કંગના રનૌત ગુલાબી રંગની સાડીમાં સંસદ ભવનમાં પહોંચી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે તેણીએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે મેચિંગ કર્યું અને આ લક્ઝરી બેગ પણ કૈરી કરી હતી. (Photo: Kangana Updates/X)