Who is Natalia Janoszek : ટેલિવિઝનના સૌથી વિવાદાસ્પદ શોમાંથી એક, બિગ બોસની 19મી સિઝન શરૂ થઈ ગઈ છે. ચાહકો આ શો સાથે સંકળાયેલા દરેક સ્પર્ધકના જીવન વિશે જાણવા માટે ઉત્સુક છે. આ વખતે બિગ બોસમાં એક વિદેશી ચહેરો પણ જોવા મળશે, જેનું નામ નતાલિયા જાનોસજેક છે. (Photo: @nataliajanoszek/Insta)
35 વર્ષીય નતાલિયા જાનોસજેક એક અભિનેત્રીની સાથે સાથે એક મોડેલ અને ટીવી પર્સનાલિટી પણ છે. તે બ્યૂટી પેજેંટ્સમાં પણ ભાગ લઇ ચુકી છે. (Photo: @nataliajanoszek/Insta)
આ ઉપરાંત તે એક લેખક અને ગાયિકા પણ છે. પોલેન્ડના બિલ્સ્કો-બિયાલામાં જન્મેલી નતાલિયાએ ખૂબ જ નાની ઉંમરથી સ્ટેજ શોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. (Photo: @nataliajanoszek/Insta)
નતાલિયા તેની બહુમુખી પ્રતિભા માટે જાણીતી છે. અભિનેત્રી, ગાયિકા અને લેખક હોવાની સાથે તે એક શાનદાર ડાન્સર પણ છે. વર્ષ 2022માં તેણે પોલિશ સીરિયલ 'ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ' માં પોતાના ડાન્સનો જલવો બતાવ્યો હતો. (Photo: @nataliajanoszek/Insta)
નતાલિયાએ સોળ વર્ષની ઉંમરે તેની મોડેલિંગ કારકિર્દી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં તેણે ઘણી આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. નતાલિયાએ સુપરમોડલ ઇન્ટરનેશનલ (2012)માં બેસ્ટ ડ્રેસ અને ટ્રોપિક બ્યુટી (2013) જેવા એવોર્ડ જીત્યા છે. (Photo: @nataliajanoszek/Insta)
નતાલિયા જાનોસજેકની ફ્લેમ: એન અનટોલ્ડ લવ સ્ટોરી, ધ ગ્રીન ફેરી અને ધ લીગલ ડ્રામા ચિકન કરી લો જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. (Photo: @nataliajanoszek/Insta)
આ ઉપરાંત તે તાજેતરમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, સંજય દત્ત, જેકી શ્રોફ સ્ટારર ફિલ્મ હાઉસફુલ 5 માં જોવા મળી છે.(Photo: @nataliajanoszek/Insta)
બિગ બોસ 19 ના ઘરમાં નતાલિયા જાનોસજેકની સફર કેટલો સમય ચાલે છે અને તે દર્શકો પર શું છાપ છોડી જાય છે તે જોવું રસપ્રદ રહેશે. (Photo: @nataliajanoszek/Insta)