નેટફ્લિક્સ પર 7 સૌથી ડરામણી ફિલ્મો, જેને એકાંતમાં જોવા માટે હિંમતની જરૂર છે
Scariest movies on Netflix: ઘણા લોકો એવા છે જેમને હોરર ફિલ્મો જોવાનો શોખ છે. જો તમને પણ તે ગમે છે તો તમારા જીવનમાં એકવાર નેટફ્લિક્સ પરની આ હોરર ફિલ્મો ચોક્કસથી જુઓ.
નેટફ્લિક્સ પર એકથી એક ચઢીયાતી ફિલ્મો અને વેહ સિરીઝ ઉપલબ્ધ છે. પરંતુ આજે તમે તેવી ભૂતિયા ફિલ્મો વિશે જાણો જેને જોવાની દરેકની હિંમત થતી નથી. (Photo: Netflix)
1- અપોસ્ટલ (Apostle) નેટફ્લિક્સની સૌથી ડરામણી ફિલ્મોમાંથી એક અપોસ્ટલ પણ છે જે ટોપ પર છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી આ હોરર ફિલ્મમાં ખુબ જ ડરામણા સીન છે. જેને એકલામાં જોવા માટે હૃદય મજબૂત હોવું જોઈએ. (Photo: Netflix)
2- કેમ (Cam) નેટફ્લિક્સની બીજી સૌથી ડરામણી ફિલ્મ કેમ છે, જે 2018 માં જ રિલીઝ થઈ હતી. આ અમેરિકન હોરર ફિલ્મનું નિર્દેશન ડેનિયલ ગોલ્ડગેબર દ્વારા કરવામાં આવ્યું હતું. (Photo: Netflix)
3- ડોન્ટ મૂવ (Don’t Move) ડોન્ટ મૂવ એ કેલ્સી એસ્બિલ, ફિન વિટ્રોક, મોરે ટ્રેડવેલ અને ડેનિયલ ફ્રાન્સિસ અભિનીત અમેરિકન થ્રિલર ફિલ્મ છે. ગયા વર્ષે 2024 માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન એડમ શિન્ડલર અને બ્રાયન નેટ્ટો દ્વારા કરવામાં આવ્યું છે. (Photo: Netflix)
4- ફિયર સ્ટ્રીટ ભાગ 1: 1994 (Fear Street Part 1: 1994) ફિયર સ્ટ્રીટ ભાગ 1: 1994 એ નેટફ્લિક્સ પરની સૌથી ડરામણી ફિલ્મોમાંની એક છે જે તમારા આત્માને કંપાવી દેશે. આ અમેરિકન ફિલ્મ 2021 માં રિલીઝ થઈ હતી. (Photo: Netflix)
5- ઇન ધ ટોલ ગ્રાસ (In the Tall Grass) જો તમને હોરર ફિલ્મો ગમે છે તો એકવાર ઇન ધ ટોલ ગ્રાસ ફિલ્મ ચોક્કસ જુઓ. આ એક કેનેડિયન હોરર ડ્રામા ફિલ્મ છે જે 2019 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સ્ટીફન કિંગ અને જો હિલ દ્વારા 2012 માં લખાયેલી આ જ નામની નવલકથા પર આધારિત છે. (Photo: Netflix)
6- ધ રિચ્યુઅલ (The Ritual) ધ રિચ્યુઅલ એક બ્રિટીશ અલૌકિક મનોવૈજ્ઞાનિક ફોલ્ક હોરર ફિલ્મ છે જેમાં એક પછી એક ડરામણા દ્રશ્યો છે જે દરેક લો માટે જોવાલાયક નથી. આ ફિલ્મ વર્ષ 2017 માં રિલીઝ થઈ હતી જે આ જ નામની નવલકથા પર આધારિત છે. (Photo: Netflix)
7- સ્માઇલ (Smile) સ્માઇલ એક અમેરિકન અલૌકિક મનોવૈજ્ઞાનિક હોરર ફિલ્મ છે જે વર્ષ 2022 માં રિલીઝ થઈ હતી. જો તમે હોરર ફિલ્મો જોવાના શોખીન છો તો તમે આ ફિલ્મ પણ જોઈ શકો છો જે ખૂબ જ ડરામણી છે. (Photo: Netflix)