Anant Radhika Wedding Celebration In Stoke Park At London: મુકેશ અંબાણી એ 1000 વર્ષ જૂના લંડનના સ્ટોક પાર્કમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટનું પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન રાખ્યું છે.
અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ ના ભવ્ય લગ્ન બાદ હવે તેમના પોસ્ટ વેડિંગ સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે. ભારત અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં દેશ અને દુનિયામાંથી ઘણા સેલેબ્રિટી, ક્રિકેટર, ફિલ્મ સ્ટાર અને દિગ્ગજ ઉદ્યોગપતિએ હાજરી આપી હતી. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્નમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. (Photo: @StokePark)
લંડનના સ્ટોક પાર્કમાં અનંત રાધિકાનું પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 12 જુલાઈના રોજ યોજાયેલા આ લગ્નમાં પ્રખ્યાત રાજકારણીઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, રમતવીરો, ઇન્ફ્લુએન્સર અને મીડિયા સેલેબ્રિટી સહિત હજારો હસ્તીઓએ હાજરી આપી હતી. આ અગાઉ માર્ચમાં અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું, જેનો ખર્ચ લગભગ 1200 કરોડ રૂપિયા હતો. આ સાથે જ લગ્નમાં લગભગ 5000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે અનંત-રાધિકાનું પોસ્ટ વેડિંગ ફંક્શન થવાનું છે અને જે લંડનના સ્ટોક પાર્ક હોટલમાં યોજાશે જેની તૈયારીઓ ચાલી રહી છે. (Photo: @StokePark)
સ્ટોક પાર્ક હોટેલનો 1000 વર્ષથી જૂનો ઇતિહાસ ફોર્બ્સના જણાવ્યા અનુસાર, સ્ટોક પાર્ક હોટેલ 1000 વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવે છે. ક્રીમ કલરમાં બનેલા આ ઘરનો સંબંધ બ્રિટનના મહારાણી એલિઝાબેથ સાથે છે. તે સૌ પ્રથમ સર એડવર્ડ કોક દ્વારા ખરીદવામાં આવ્યું હતું, જે ઇંગ્લેન્ડના પ્રથમ લોર્ડ ચીફ જસ્ટિસ અને સેલિબ્રિટી વકીલ હતા. ત્યારબાદ એક પ્રતિષ્ઠિત અમેરિકન પરિવાર પેન્સે તેને 1760 માં ખરીદ્યો હતો. અને 1775 સુધી થોમસ પેન તેમના મૃત્યુ સુધી આ મકાનમાં રહ્યા હતા. અને 1988માં બ્રિટિશ રાજપરિવારે તેને ખરીદીને આજે તસવીરોમાં જે લુક જોઇએ છીએ તે લૂક આપ્યો હતો. (Photo: @StokePark)
સ્ટોક પાર્ક બેડરૂમ લંડન સ્થિત સ્ટોક પાર્ક હોટેલ મુકેશ અંબાણીએ 2021માં ખરીદી હતી. અહેવાલો અનુસાર, આ કન્ટ્રી ક્લબને રિલાયન્સના માલિક અંબાણીએ 592 કરોડ રૂપિયામાં લીઝ પર લીધી હતી. આ પાર્ક બ્રિટનમાં આંતરરાષ્ટ્રીય જૂથની પ્રથમ કન્ટ્રી ક્લબ હતી. લંડનની આ સ્ટોક પાર્ક હોટલ ઘણી રીતે ખાસ છે અને કદાચ આ જ કારણ છે કે અંબાણી પરિવારે અનંત રાધિકાના પોસ્ટ વેડિંગ સેલેબ્રિશન માટે આ પ્રોપર્ટીની પસંદગી કરી છે. આજે અમે તમને આ હોટલની ખાસિયત વિશે જણાવીશું (Photo: @StokePark)
સ્ટોક પાર્ક નો ઇતિહાસ તમને જણાવી દઇયે કે, સત્તાવાર વેબસાઈટ અનુસાર બકિંગહામશાયરના સ્ટોક પોઝમાં બનેલી આ હોટલ લગભગ 900 વર્ષ જૂની છે. 1908 સુધી આ હોટલ એક ખાનગી રેસિડેન્શિયલ એરિયા હતો જેને નિક 'પા' લેન જેક્સન દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તે સ્ટોક પાર્કને બ્રિટનની પ્રથમ કન્ટ્રી ક્લબ બનાવવા માંગતા હતા. (Photo: @StokePark)
મુકેશ અંબાણીએ સ્ટોક પાર્ક 592 કરોડ રૂપિયામાં ખરીદ્યો મુકેશ અંબાણીએ 2021 માં આ હોટલ ખરીદી હતી ત્યારે રિલાયન્સના ચેરમેને આ સંપત્તિ માટે જંગી રકમ ચૂકવી હતી. જીક્યૂ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર અંબાણીએ આ હોટલને 592 કરોડ રૂપિયામાં ખરીદી હતી. (Photo: @StokePark)
14 એકરનો પ્રાઈવેટ ગાર્ડન જાણકારી અનુસાર 300 એકરમાં બનેલા સ્ટોક પાર્કમાં કુલ 49 બેડરૂમ, 27-ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ છે. સૌથી ખાસ વાત એ છે કે આ હોટલમાં 14 એકરનો મોટો પ્રાઇવેટ ગાર્ડન છે. તેમાં ત્રણ રેસ્ટોરાં, બાર અને લાઉન્જ, એક એવોર્ડ વિનિંગ સ્પા, ઇન્ડોર સ્વિમિંગ પૂલ અને એક આઉટડોર હોટ ટબ છે. અહીનું જીમ 4000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. (Photo: @StokePark)
જેમ્સ બોન્ડ ફિલ્મનું શૂટિંગ અહીં થયું તમને જાણીને આશ્ચર્ય થશે કે જેમ્સ બોન્ડ સિરીઝની બે ફિલ્મોનું શૂટિંગ સ્ટોક પાર્ક હોટલમાં કરવામાં આવ્યું છે. 1964માં રજૂ થયેલી ફિલ્મ ગોલ્ડફિંગર અને 1997માં રજૂ થયેલી ટુરો નેવેજ ડાઇઝ ફિલ્મનું શૂટિંગ આ હોટેલમાં થયું છે. (Photo: @StokePark)
કહેવાય છે કે ગોલ્ફપાર્કમાં શૂટ કરવામાં આવેલું ગોલ્ફ સીન ફિલ્મી દુનિયાનું સૌથી સુંદર ગોલ્ફ સીન માનવામાં આવે છે. સાથે જ 2001માં આવેલી ફિલ્મ બ્રિજેટ જોન્સની ડાયરીના કેટલાક સીન પણ અહીં ફિલ્માવવામાં આવ્યા છે. નેટફ્લિક્સ પર બ્રિટીશ શાહી ફેમિલી ડ્રામા ધ ક્રાઉન નું શૂટિંગ પણ સ્ટોક પાર્કમાં કરવામાં આવ્યું છે. (Photo: @StokePark)