Janmashtami 2025: જન્માષ્ટમી પર વાંસળીના 7 ચમત્કારી ઉપાય, ઘરનું વાસ્તુ દોષ દૂર થશે, વેપાર ધંધામાં પ્રગતિ
Janmashtami 2025 Flute Vastu Tips In Gujarati : જન્માષ્ટમી પર વાંસળીના 7 ચમ્ત્કારી ઉપાય કરવાથી ઘર માંથી નકારાત્મક ઊર્જા દૂર થાય અને સુખ શાંતિ અને સંપત્તિનો વાસ થાય છે. પતિ પત્ની વચ્ચે અણબનાવ, બાળકોના અભ્યાસમાં પ્રગતિ હોય કે વેપાર ધંધામાં વૃદ્ધિ માટે જન્માષ્ટમી પર વાંસળીના 7 ચમત્કારી ઉપાય કરવાથી લાભ થાય છે.
Janmashtami 2025 Date : જન્માષ્ટમી 2025 તારીખ જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ પર રાતના 12 વાગે દેશભરમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાય છે. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની વિધિવત પુજા અર્ચના અને વ્રત ઉપવાસ કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થયા છે. આ વખતે 16 ઓગસ્ટ, 2025 શનિવારના રોજ સમગ્ર ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.(Photo: Freepik)
વાંસળીના ચમત્કારી ઉપાય વાંસળી ભગવાન કૃષ્ણને બહુ પ્રિય છે. વાંસળી વગર શ્રીકૃષ્ણ અધુરા કહેવાય છે. શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય કે બાળગોપાળના શૃંગારમાં વાંસળી મૂકવી ફરજિયાત છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જન્માષ્ટમી પર વાંસળીના 7 ચમત્કારી ઉપાય કરવાથી બહુ ફાયદો થાય છે. (Photo: Freepik)
ઘરના દરવાજા પર વાંસળી લગાવો જો ઘરમાં વારંવાર નકારાત્મક ઊર્જાનો અનુભવ થાય તો ઘરના મુખ્ય દ્વાર પર પીત્તળ કે વાંસની વાંસળીમાં લાલ દોરો બાંધી લગાવો. આ ઉપાય ઘરમાં નકારાત્મક શક્તિઓને પ્રવેશ કરતી રોકે છે. (Photo: Freepik)
બેડરૂમમાં વાંસળી ક્યા મૂકવી? પતિ પત્ની વચ્ચેના સંબંધમાં તણાવ કે અણબનાવ થાય તો બેડરૂમની પૂર્વ દિશામાં બે વાંસળી લાલ કે પીળા રેશ્મી દોરોમાં બાંધીને મૂકો. આ ઉપયા કરવાથી પ્રેમ, સમજ અને પરસ્પર વિશ્વાસ વધે છે. (Photo: Freepik)
બાળકોના અભ્યાસમાં પ્રગતિ માટે બાળકોનું ભણવામાં મન ન લાગવું કે એકાગ્રતાનો અભાવ હોય તો તેના સ્ટડી ટેબલ પર નાની વાંસળી મૂકો. તેનાથી બુદ્ધિ અને યાદશક્તિ વધે છે તેમજ અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય છે. (Photo: Freepik)
આર્થિક તંગી દૂર કરવાના ઉપાય જો ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો તિજોરી કે જ્યાં તમે ધન, પૈસા મૂકો છો, ત્યાં નાની ચાંદીની વાંસળી મૂકો. આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મી કૃપા રહે છે અને ધન સંપત્તિ વધારવામાં સહાયક બને છે. (Photo: Freepik)
રોગ અને માનસિક તણાવ માંથી મુક્તિ ઘરના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે પીળી વાંસળી મૂકો અને દરરોજ સવાર સાંજ આરતી સમયે વાંસળી વગાડો. એવું મનાય છે કે, આ ઉપાય કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે અને આરોગ્ય સારું રહે છે. (Photo: Freepik)
વેપાર ધંધામાં પ્રગતિ માટે વેપાર ધંધામાં પ્રગતિ માટે તમારી દુકાન કે ઓફિસમાં કેશ કાઉન્ટર પર પીત્તળની વાંસળી મૂકો. તેનાથી ગ્રાહકોની સંખ્યા વધે છે અને વેપાર ધંધામાં પ્રગતિ થાય છે. (Photo: Freepik)
વાસ્તુ દોષ દૂર કરવા માટે જો ઘરમાં સતત કંકાશ અને ઝગડા થતા હોય તો ઘરના ઉત્ત પૂર્વ (ઇશાન ખુણા)માં એક વાસણમાં જળ ભરીને મૂકો તેમા પીળી વાંસળી પણ મૂકો. આ વાસણનું પાણી દરરોજ બદલવું. આ ઉપાય કરવાથી ઈશાન ખુણાનો વાસ્તુ દોષ થાય છે. (Photo: Freepik)