Ganesh Chaturthi 2025 Wishes: ગણપતિ બાપ્પા મોર્યા! વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે… વિનાયક ચતુર્થી પર આ ટોપ-10 સંદેશાઓ મોકલો
Ganesh Chaturthi 2025 wishes greetings: જો તમે પણ ગણેશ ચતુર્થીના શુભ દિવસે તમારા પરિવાર, મિત્રો, સંબંધીઓને અભિનંદન આપવા માંગતા હોવ તો તેમને શુભેચ્છા સંદેશા મોકલવાનું ભૂલશો નહીં. અહીં અમે તમારા માટે કેટલાક પસંદ કરેલા સંદેશા લાવ્યા છીએ જે તમે સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો.
Ganesh Chaturthi 2025 Wishes in Gujarati: ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ એટલે કે બુધવારે ઉજવવામાં આવશે. તેને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ભક્તો બાપ્પાના દર્શનની આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તોમાં તેમને ઘરે લાવવા માટે હોડ લાગેલી હોય છે. આ દિવસે ભક્તો દરેક ઘર અને પંડાલમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે. (તસવીર: Canva)
ગણેશોત્સવ 10 દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવામાં ગણેશ ચતુર્થી અંગે એકબીજાને અભિનંદન સંદેશાઓ મોકલવાનો સિલસિલો ચાલુ રહે છે. જો તમે પણ આ શુભ દિવસે તમારા પરિવાર, મિત્રો, સંબંધીઓને અભિનંદન આપવા માંગતા હોવ તો તેમને શુભેચ્છા સંદેશા મોકલવાનું ભૂલશો નહીં. અહીં અમે તમારા માટે કેટલાક પસંદ કરેલા સંદેશા લાવ્યા છીએ જે તમે સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો. (તસવીર: Canva)
ગણેશજીના તમામ ભક્તોને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભકામના .. વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના… ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા (તસવીર: Canva)