Trump Tariff On India : અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ કેમ લગાવ્યો? વ્હાઇટ હાઉસે જણાવ્યું કારણ

Why Trump Imposed Tariff On India : અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સામેનું યુદ્ધ આગળ વધારતા રોકવા માટે ભારત પર ટેરિફ લગાવ્યો છે.

Written by Ajay Saroya
August 20, 2025 11:18 IST
Trump Tariff On India : અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ કેમ લગાવ્યો? વ્હાઇટ હાઉસે જણાવ્યું કારણ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)

Why Trump Imposed Tariff On India : ભારત અને અમેરિકા વચ્ચે હજી સુધી કોઈ ટ્રેડ ડીલ થઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે, જેમાંથી 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે ટ્રમ્પનો બીજો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે મંગળવારે કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સામેનું યુદ્ધ આગળ વધારતા અટકાવવા માટે ભારત પર ટેરિફ લગાવ્યો છે.

કેરોલિન લેવિટે કહ્યું, “જુઓ, રાષ્ટ્રપતિએ આ યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારે દબાણ કર્યું છે. તેમણે ઘણા પગલાં લીધા છે, જેવું તમે જોયું છે, ભારત પર પ્રતિબંધો અને અન્ય પગલાં પણ લીધાં છે. રાષ્ટ્રપતિ આગળ વધવા માંગે છે અને આ યુદ્ધને શક્ય તેટલી ઝડપથી સમાપ્ત કરવા માંગે છે. નાટોના સેક્રેટરી જનરલ સહિત તમામ યુરોપિયન નેતાઓ વ્હાઇટ હાઉસ છોડી રહ્યા છે, અને તેઓ બધા સંમત થાય છે કે આ એક મહાન પ્રથમ પગલું છે અને તે સારું છે કે આ બંને નેતાઓ એક સાથે બેસશે, અને રાષ્ટ્રપતિને આશા છે કે આવું થશે.”

ટ્રમ્પે યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે કરી મુલાકાત

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ટ્રમ્પની પુતિન સાથેની મુલાકાત બાદ યુરોપિયન નેતાઓ 48 કલાકની અંદર વ્હાઇટ હાઉસમાં આવી ગયા હતા. અમેરિકાની ધરતી પર રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાતના 48 કલાક બાદ રાષ્ટ્રપતિએ વ્હાઈટ હાઉસમાં આ તમામ યૂરોપીય નેતાઓ સાથે મુલાકાત કરી. હકીકતમાં રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત બાદ તરત જ આ યુરોપિયન નેતાઓને આપવામાં આવેલી માહિતીમાં એટલી પ્રગતિ થઈ કે તેમાંથી દરેક જણ 48 કલાક પછી વિમાનમાં સવાર થઈને અમેરિકા જવા રવાના થઈ ગયા. ”

ડોનાલ્ડ ટ્રમ્પના દાવાનું પુનરાવર્તન

કેરોલિન લેવિટે ટ્રમ્પના લાંબા સમયથી ચાલતા દાવાને પણ પુનરાવર્તિત કર્યો કે જો તેઓ સત્તામાં હોત તો યુદ્ધ ક્યારેય શરૂ થયું ન હોત. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પુતિન પોતે આ વાત સાથે સહમત છે. એક પત્રકારના સવાલના જવાબમાં તેમણે કહ્યું, સાચી વાત છે. શું તમે તેને સાચું માનો છો? યુરોપિયન નેતાઓ આવું માને છે, અને બાય ધ વે, ખુદ રાષ્ટ્રપતિ પુતિને પણ આવું જ કહ્યું છે. લેવિટે કહ્યું કે, ટ્રમ્પ શાંતિની જરૂરિયાતને સમજે છે અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને યુરોપિયન નેતાઓ અને નાટો સાથે સતત વાતચીત કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ