Today Latest News Update in Gujarati 31 August 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુલાકાતે ગયા છે. આજે તેઓ એસસીઓ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. આ એસસીઓ શિખર સંમેલનની વિશેષતા તેમની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત છે. આ બેઠક એટલા માટે પણ વધુ મહત્વની છે કારણ કે અમેરિકા સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.
ચીનના તિયાનજીનમાં ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની ચીન દ્વારા સફળ અધ્યક્ષતા માટે તમને અભિનંદન પાઠવું લછું. ચીન યાત્રાનું નિર્માણ અનેઆજની આપણી બેઠક માટે તમને ધન્યવાદ આપુ છું. બંને દેશોના 2.8 અબજ લોકોનું હિત આપણા સહયોગ સાથે જોડાયેલું છે. તેનાથી સંપૂર્ણ માનવતાના કલ્યાણનો માર્ગ ખુલશે. આપણે પરસ્પર વિશ્વાસ, સમ્માન અને સંદવેદનશીલતાના આધાર પર આપણા સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઇન્દોર જતી એર ઇન્ડિયાનું ઇમરજન્સી લેન્ડિંગ, આગ લાગવાના સંકેત મળ્યા હતા
ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઇટનું રવિવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી ઇન્દોર જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને રવિવારે ઉડાન ભર્યાના થોડા સમય બાદ દિલ્હી પરત ફરી હતી. પાયલોટને ઇન્દોર જવા રવાના થયેલી ફ્લાઇટ એઆઇ 2913 વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા બાદ પરત ફરી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ક્રૂએ સ્ટાન્ડર્ડ પ્રોસિઝરનું પાલન કર્યું હતું, એન્જિન બંધ કરી દીધું હતું અને વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પરત ઉતાર્યું હતું. જો કે આ ઘટનામાં કોઇ ઇજા થઇ હોવાના સમાચાર નથી.