Today Latest News Update in Gujarati 2 August 2025: હાસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બળાત્કારના કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે 1 ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ સાંસદને બળાત્કાર, જાતીય શોષણ, ધાકધમકી અને ડિજિટલ ગુનાઓના ગંભીર કેસમાં દોષિત ઠેરવ્યા હતા. હવે કોર્ટે બે કેસમાં આજીવન કેદ અને અન્ય કેસોમાં કુલ 11 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ સમગ્ર રકમ પીડિતાને વળતર તરીકે આપવામાં આવશે. સજા આજથી અમલમાં આવી છે.