ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું – મહારાષ્ટ્ર, હરિયાણામાં વોટોની ચોરી થઇ

Rahul Gandhi Election Rigging: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો કરવામાં આવ્યો છે. રાહુલે સવાલ ઉઠાવ્યો હતો કે નકલી મતદારો ક્યાંથી આવી રહ્યા છે?

Updated : August 07, 2025 16:01 IST
ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું – મહારાષ્ટ્ર, હરિયાણામાં વોટોની ચોરી થઇ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (તસવીર - સ્ક્રીનગ્રેબ)

Rahul Gandhi Election Rigging: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો કરવામાં આવ્યો છે. રાહુલે સવાલ ઉઠાવ્યો હતો કે નકલી મતદારો ક્યાંથી આવી રહ્યા છે? રાહુલે ફરી એકવાર કહ્યું કે મહારાષ્ટ્ર ઉપરાંત હરિયાણામાં પણ મતોની ચોરી થઇ છે. રાહુલે સવાલ ઉઠાવ્યો કે સાંજે પાંચ વાગ્યા પછી મતદાન કેમ થયું?

નવી દિલ્હી સ્થિત એઆઈસીસીના મુખ્યાલયમાં રાહુલ ગાંધીએ કોમ્પ્યુટર પ્રેઝન્ટેશન દ્વારા પોતાની વાત રજૂ કરી હતી. રાહુલ ગાંધી સતત મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં ગરબડીનો આરોપ લગાવી રહ્યા છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા મહા વિકાસ આઘાડી ગઠબંધનનો કારમો પરાજય હતો, જ્યારે હરિયાણામાં માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ સરકાર બનાવશે, પરંતુ આશ્ચર્યજનક પરિણામો પણ મળ્યા અને ભાજપે રાજ્યમાં હેટ્રિક લગાવી હતી.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કઈ 5 મોટી વાતો કહી

રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે મતદાર યાદીમાં એક સરનામાં પર 46 મતદારો મળી આવ્યા હતા. ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક ડેટા કેમ આપતું નથી? રાહુલે આરોપ લગાવ્યો હતો કે ડુપ્લિકેટ મતદારોની સંખ્યા ઘણી વધારે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તમે હરિયાણા, મધ્યપ્રદેશની ચૂંટણીમાં જોયું. એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ જોયા પરંતુ ચૂંટણીનાં પરિણામો સાવ અલગ નીકળ્યાં હતા. તેમણે કહ્યું કે મતદાનમાં બીજુ કઇ થાય છે, ઓપિનિયન પોલ કંઈક બીજું જ દર્શાવે છે અને પરિણામો સંપૂર્ણપણે અલગ જ હોય છે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાં નકલી લોકોના નામ જોડવામાં આવી રહ્યા છે. તેમણે પોતાના નિવેદનના સમર્થનમાં કર્ણાટકની મતદાર યાદી રજૂ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા મતવિસ્તારના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં મોટા પાયે મતોની ચોરી થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારના 6.5 લાખ મતોમાંથી એક લાખથી વધુ મતોની વોટ ચોરી કરવામાં આવી છે.

આ પણ વાંચો – પીએમ મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે જાય તેવી સંભાવના

રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ મતદાર યાદીને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવી રહ્યું નથી. તેમણે કહ્યું કે જો આયોગ આમ કરશે તો 30 સેકન્ડની અંદર પંચની છેતરપિંડીનો પર્દાફાશ થશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે વડા પ્રધાન પાસે ખૂબ જ નબળી બહુમતી છે. અમારા તરફથી મુકવામાં આવેલી માહિતી પુરાવાના રૂપમાં છે. આ ભારતીય બંધારણ અને ધ્વજ સાથે અપરાધ કરવામાં આવી રહ્યો છે અને અમે વિધાનસભામાં તેના પુરાવા આપ્યા છે. અમે આ પેટર્નનો અભ્યાસ કર્યો છે અને અમે કહી શકીએ છીએ કે આ ગુનો દેશભરમાં મોટા પાયે કરવામાં આવે છે … એક પછી એક રાજ્યમાં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ