NCERT નું નવું મોડ્યુલ જાહેર, ભારતના ભાગલા માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટનને જવાબદાર ગણાવ્યા

NCERT module on partition of India : એનસીઈઆરટીનું નવું મોડ્યૂલ પ્રમાણે ભારતના ભાગલા માટે ઈતિહાસના ત્રણ મોટા નામોને જવાબદાર માને છે, જેમાં પહેલું નામ મોહમ્મદ અલી ઝીણા, બીજુ નામ કોંગ્રેસ અને ત્રીજુ નામ લોર્ડ માઉન્ટબેટન છે

Written by Ashish Goyal
Updated : August 16, 2025 16:13 IST
NCERT નું નવું મોડ્યુલ જાહેર, ભારતના ભાગલા માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટનને જવાબદાર ગણાવ્યા
ભારતના ભાગલા પર NCERT નું નવું મોડ્યુલ જાહેર

NCERT module on partition of India : ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ આ આઝાદી તેની સાથે ભાગલાનો ક્યારેય ન મટે તેવો ઘા લઈને આવી હતી. ભાગલા વખતે હત્યા અને લૂંટફાટની ઘટનાઓએ બંને પક્ષના કરોડો લોકોને અસર કરી હતી એટલું જ નહીં, પરંતુ તેમનું જીવન કાયમ માટે બદલી નાખ્યું હતું.ભાગલાની આ ઘટના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે NCERT એ 79માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે એક નવું મોડ્યૂલ જાહેર કર્યું છે.જેમાં ભાગલા માટે જવાબદાર લોકો વિશે જણાવ્યું છે.

NCERT નું નવું મોડ્યુલ કેમ રસપ્રદ છે?

સ્વતંત્ર ભારતમાં આવું પહેલીવાર છે જ્યારે ભાગલાની ભયાનકતા વિશેની માહિતી સત્તાવાર રીતે વિદ્યાર્થીઓમાં શેર કરવામાં આવી રહી છે. એનસીઈઆરટીનું નવું મોડ્યૂલ પ્રમાણે ભારતના ભાગલા માટે ઈતિહાસના ત્રણ મોટા નામોને જવાબદાર માને છે, જેમાં પહેલું નામ મોહમ્મદ અલી ઝીણા, બીજુ નામ કોંગ્રેસ અને ત્રીજુ નામ લોર્ડ માઉન્ટબેટન છે.

એનસીઈઆરટીના મોડ્યુલ અનુસાર કોંગ્રેસ પાર્ટી મોહમ્મદ અલી ઝીણાની અલગ દેશની પાકિસ્તાનની માંગ સામે ઝૂકવા માટે સંમત થઈ હતી અને તે પછી લોર્ડ માઉન્ટબેટ દ્વારા ભાગલાની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઉતાવળમાં પૂર્ણ કરવામાં આવી હતી.

શું ભારતના ભાગલા જરૂરી હતા?

એનસીઈઆરટીના નવા મોડ્યુલમાં ભારતના ભાગલાના તે પક્ષ ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે શું ભારતના ભાગલા કરીને એક નવો દેશ પાકિસ્તાન બનાવવો જરુરી હતો. મોડ્યુલ કહે છે કે એ સંજોગોમાં ભારતનું વિભાજન જરૂરી ન હતું, પરંતુ ખોટા વિચારો અને પરિસ્થિતિઓના કારણે આ ભાગલા પડ્યા હતા. ઝીણાની પાકિસ્તાનની જીદ સામે ઝૂકીને કોંગ્રેસે તેનો સ્વીકાર કર્યો. જેના માટે દેશને ગૃહયુદ્ધથી બચાવવાનો શાંતિપૂર્ણ રીત બતાવવામાં આવી હતી. જોકે આ ભાગલાનો મહાત્મા ગાંધીએ વિરોધ કર્યો હતો.

માઉન્ટબેટને બદલી આઝાદીની તારીખ

ઝીણાની પાકિસ્તાન જીદ અને કોંગ્રેસ પાર્ટી ઝુક્યા પછી બાદ લોર્ડ માઉન્ટબેટન પરિસ્થિતિ વણસે તે પહેલા અંગ્રેજો દ્વારા ભારત છોડવાની પ્રક્રિયા જલદી પૂરી કરવા માંગતા હતા, જેના કારણે તેમના દ્વારા આઝાદીની નક્કી તારીખ જૂન 1948 બદલીને નવી તારીખ 15 ઓગસ્ટ 1947 નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો – ટેરિફની ધમકી વચ્ચે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું આશ્વાસન, કહ્યું – દિવાલ બનીને ઉભો રહીશ

માઉન્ટબેટને ઉતાવળે બદલેલી આઝાદીની તારીખે લોકોને ખોટો સંદેશો આપ્યો હતો, જેના કારણે ભાગલાની પ્રક્રિયામાં ગરબડી થઇ અને લાખો લોકો હિંસાનો ભોગ બન્યા હતા. એનસીઈઆરટીના નવા મોડ્યુલમાં માઉન્ટબેટન દ્વારા કરવામાં આવેલી ઉતાવળથી ઉભી થયેલી ગડબડીને ભાગલાની દુર્ઘટનાનું એક મુખ્ય કારણ ગણાવ્યું છે.

એનસીઇઆરટી વિશેષ મોડ્યુલ 14 ઓગસ્ટના રોજ બહાર પાડ્યું

એનસીઈઆરટીએ Partition Horrors Remembrance Day ને 14 ઓગસ્ટના રોજ જાહેર કર્યો હતો, જે મુજબ, 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલાની અસર માત્ર તે સમયે જ નહીં પરંતુ વર્તમાનમાં દેખાઈ રહી છે, જેમાં પાકિસ્તાન સાથે બગડતા સંબંધો, પીઓકે વિવાદ અને રક્ષા બજેટમાં વધારાને પ્રમુખતાથી જોઈ શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ