NASA-ISRO, NISAR Satellite Launch: ઇસરો અને નાસા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા પૃથ્વીનું અવલોકન કરનાર સેટેલાઇટ NASA–ISRO Synthetic Aperture Radar (NISAR) ને શુક્રવારને 30 જુલાઇ 2025ના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. નિસારને સાંજે 5.40 વાગ્યે GSLV-S16 રોકેટ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો.
શું છે નિસાર સેટેલાઇટ?
‘નિસાર’નું વજન 2,393 કિલો છે. જીએસએલવી-એસ16 રોકેટની લંબાઈ 51.7 મીટર છે. આ ઉપગ્રહ 97 મિનિટમાં પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરશે. 12 દિવસમાં 1,173 પરિક્રમા પૂર્ણ કરીને એ પૃથ્વીની જમીનના લગભગ દરેક ઇંચનો મેપ બનાવશે.
ઇસરો અને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) વચ્ચેની આ ભાગીદારી આ પ્રકારની પ્રથમ ભાગીદારી છે. સાથે એવું પ્રથમ વખત થઇ રહ્યું છે રીતે જ્યારે જીએસએલવી રોકેટ દ્વારા ઉપગ્રહને સૂર્ય-તુલ્યકાલિક ધ્રુવીય કક્ષામાં મોકલવામાં આવી રહ્યો છે. જ્યારે સામાન્ય રીતે આવી કક્ષાઓમાં ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી) દ્વારા ઉપગ્રહ મોકલવામાં આવે છે.
આ પણ વાંચો – સિંધૂ જળ સંધિ ક્યાં સુધી સ્થગિત રહેશે, વિદેશ મંત્રી એસ જયશંકરે કહી મોટી વાત
આ ઉપગ્રહ શું કામ કરશે?
આ ઉપગ્રહ કોઈપણ હવામાનમાં દિવસ હોય કે રાત 24 કલાક પૃથ્વીની તસવીરો લઈ શકે છે. તે ભૂસ્ખલનને શોધી કાઢવામાં, આપત્તિ વ્યવસ્થાપનમાં મદદ કરવા અને જલવાયુ પરિવર્તનની દેખરેખ રાખવા માટે પણ સક્ષમ છે.
આ ઉપગ્રહ મોસમી ફેરફારોનો અભ્યાસ કરશે, જેમાં જંગલોમાં ફેરફાર, પર્વતોની સ્થિતિ અથવા સ્થાનમાં ફેરફાર અને હિમાલય અને એન્ટાર્કટિકા જેવા પ્રદેશોમાં હિમનદીઓની હિલચાલનો સમાવેશ થાય છે.