Earthquake in Myanmar : મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભયનું વાતાવરણ બન્યું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની નેપીડો નજીક હોવાનું કહેવાય છે. ગઈકાલે પણ મ્યાનમારમાં બે ભૂકંપ આવ્યા હતા, જેના કારણે ભારે વિનાશ થયો હતો. સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ડરી ગયા છે.
મ્યાનમારમાં ભૂકંપથી ભારે વિનાશ
શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપ પછી સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે રાત્રે 11.56 વાગ્યે (સ્થાનિક સમય) મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. NCS અનુસાર તાજેતરનો ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે આફ્ટરશોક્સની શક્યતા છે. સ્થાનિક મીડિયા અનુસાર અત્યાર સુધીમાં 1002 લોકો મૃત્યુ પામ્યા છે અને 1670 ઇજાગ્રસ્ત થયા છે.
અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો
શનિવારે સવારે 5:16 વાગ્યે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમીનથી 180 કિમીની ઊંડાઈએ આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાન સમાચાર નથી. આ ભૂકંપ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપના એક દિવસ પછી આવ્યો છે.
આ પણ વાંચો – ભારત મ્યાનમાર જેવા ભૂકંપનો સામનો કરવા સજ્જ છે? દેશનો 59 ટકા વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ
ભારતે મદદનો હાથ લંબાવ્યો
ભારતે મ્યાનમારના ભૂકંપગ્રસ્ત વિસ્તારોને મદદનો હાથ લંબાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારના સિનિયર જનરલ એચ ઈ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી સંવેદના પ્રગટ કરી અને રાહત અને બચાવ કામગીરી માટે ઓપરેશનબ્રહ્મા હેઠળ મદદ મોકલવા અંગે માહિતી આપી હતી. ભારત તરફથી આપત્તિ રાહત સામગ્રી, માનવીય સહાય અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે.