Lok Sabha Election 2024 Phase 4 Live Updates, લોકસભા ચૂંટણી ચોથા તબક્કાનું મતદાન 2024 : આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો માટે ચોથા તબક્કામાં મતદાન યોજાયું હતું. આંધ્રપ્રદેશની તમામ 25 લોકસભા બેઠકો સાથે તમામ 175 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું છે. ચોથા તબક્કાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ (કનૌજ), કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ (બેગુસરાય), નિત્યાનંદ રાય (ઉજિયારપુર), અધીર રંજન ચૌધરી (બહેરામપુર), પંકજા મુંડે (બીડ), AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ) અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વાય એસ શર્મિલા (કુડ્ડાપહ) ના ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયા છે.
ભાજપ નેતા અને બિહારના પૂર્વ નાયબ સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
ભારતીય જનતા પાર્ટીના નેતા અને બિહારના પૂર્વ નાયબ સીએમ સુશીલ મોદીનું નિધન થયું છે. સુશીલ કુમારે દિલ્હમાં અંતિમ શ્વાસ લીધા છે. સુશીલ કુમાર મોદી કેન્સરની બીમારીથી પીડિત હતા.
આંધ્રપ્રદેશના પાલનાડુમાં VSRCP અને TDP પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ
આંધ્રપ્રદેશના પાલનાડુના નરસરાવપેટમાં VSRCP અને TDP પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઇ છે. પાર્ટીના કાર્યકર્તાઓ દુકાન અને વાહનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી.
11 રાજ્યોમાં 96 લોકસભા બેઠકો માટે થયું
ચોથા તબક્કામાં તેલંગાણાની 17, આંધ્ર પ્રદેશની 25, ઉત્તર પ્રદેશની 13, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્ય પ્રદેશની આઠ, મહારાષ્ટ્રની 11, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ-કાશ્મીરની શ્રીનગર બેઠક પર મતદાન યોજાયું હતું.
આ પણ વાંચો – બંગાળમાં પીએમ મોદીએ કહ્યું – જ્યાં સુધી મોદી છે, ધર્મના આધારે અનામત નહીં આપવામાં આવે
હૈદરાબાદમાં ઓવૈસી સામે માધવી લતા
હૈદરાબાદ હંમેશા સૌથી હોટ સીટ લોકસભા બેઠક રહી છે. એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસી અહીંથી ચૂંટણી મેદાનમાં છે, જે લાંબા સમયથી ચૂંટણી જીતી રહ્યા છે. ભાજપે આ વખતે માધવી લતાને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે મોહમ્મદ વલીઉલ્લાહ સમીર, બસપાના કેએસ કૃષ્ણા અને ભારત રાષ્ટ્ર સમિતિના શ્રીનિવાસ યાદવ ગદ્દમને મેદાનમાં ઉતાર્યા છે.
અખિલેશ યાદવ કન્નોજથી મેદાનમાં
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવ સપાના ગઢ મનાતા કન્નજ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ભાજપે ફરી એકવાર સુબ્રત પાઠકને મેદાનમાં ઉતાર્યા હતા. ગત ચૂંટણી દરમિયાન સુબ્રત પાઠકે અખિલેશની પત્ની ડિમ્પલ યાદવને હરાવ્યા હતા. હવે અખિલેશ આ બેઠક પરથી જીતી શકે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.
અધીર રંજન સામે યુસુફ પઠાણ
પશ્ચિમ બંગાળની બહારમપુર લોકસભા સીટથી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ ક્રિકેટર યુસુફ પઠાણ પર દાવ લગાવ્યો છે. ભાજપે અહીં નિર્મલ કુમાર સાહાને મેદાનમાં ઉતાર્યા છે. ખાસ વાત એ છે કે બસપા પણ આ સીટ પર ચૂંટણી લડી રહી છે. બસપાએ સંતોષ વિશ્વાસને ટિકિટ આપી હતી. આ સીટ પર કુલ મળીને 15 જેટલા ઉમેદવારો છે.