Lok Sabha Election 2024 Phase 5 Live Updates, લોકસભા ચૂંટણી પાંચમાં તબક્કાનું મતદાન 2024 : લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 20 મેના રોજ 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. ટર્નઆઉટ એપ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રાત્રે વાગ્યા સુધી 58.18% મતદાન થયું હતું. સાંજે 10 વાગ્યા સુધી બિહારમાં 53.30%, જમ્મુ-કાશ્મીરમાં 55.49%, ઝારખંડમાં 63.06%, લદ્દાખમાં 68.47%, મહારાષ્ટ્રમાં 51.00%, ઉત્તર પ્રદેશમાં 57.79% અને પશ્ચિમ બંગાળમાં 73.07% વોટિંગ થયુ છે.
પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર મતદાન થયું
20 મેના રોજ મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થયું છે. પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠકો (49) પર મતદાન થયું છે.
આ દિગ્ગજો મેદાનમાં
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થઇ ગયું છે. આ તબક્કામાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, કૌશલ કિશોર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા અને યોગી સરકારના મંત્રી દિનેશ સિંહ, પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર, મહારાષ્ટ્ર), શાંતનુ ઠાકુર (બોનગાંવ, પશ્ચિમ બંગાળ), ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર), ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (સરન, બિહાર) પણ મેદાનમાં છે.