Google Trends: ઇઝરાયલી સેનાએ શુક્રવારે ગાઝા શહેરને ‘ખતરનાક યુદ્ધ ક્ષેત્ર’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે શહેરમાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે બપોર સુધી આપવામાં આવેલી છૂટને પણ હટાવવામાં આવી રહી છે. આ શહેર એ સ્થળોમાંનું એક છે જ્યાં ઇઝરાયલે ગયા મહિને સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખોરાક અને સહાય સામગ્રી પહોંચાડવા માટે લડાઈ બંધ કરી હતી.
ગાઝા શહેર, દેઇર અલ-બલાહ અને મુવાસી ખાતે ‘વ્યૂહાત્મક રોક’ લાગુ રહી છે. લાખો વિસ્થાપિત લોકોએ આ ત્રણ સ્થળોએ આશ્રય લીધો છે. આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે ઇઝરાયલ તેની કાર્યવાહીનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યું છે અને ગાઝા શહેરને કબજે કરવા માટે હજારો સૈનિકો તૈનાત કરી રહ્યું છે. ઇઝરાયલી સેનાએ એવું કહ્યું નથી કે તેણે દિવસ દરમિયાન યુદ્ધ શરૂ કરવાની યોજના વિશે રહેવાસીઓ અથવા સહાય ગ્રુપોને જાણ કરી છે કે નહીં.
આ પણ વાંચો: ભૂજમાં ‘ગ્રીષ્માવાળી’! પ્રેમીએ 22 વર્ષીય કોલેજીયન યુવતીના ગળે છરી મારી હત્યા
લેન્ડમાઇનનું નેટવર્ક
ઇઝરાયલે અગાઉ કહ્યું હતું કે ગાઝા શહેર હમાસનો ગઢ છે જ્યાં લેન્ડમાઇનનું નેટવર્ક નાખવામાં આવે છે. આ શહેર પ્રદેશના કેટલાક મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય સુવિધાઓનું કેન્દ્ર પણ છે. સંયુક્ત રાષ્ટ્રએ ગુરુવારે કહ્યું હતું કે જો ઇઝરાયલ તેની યોજના મુજબ હુમલો કરે છે, તો આ પ્રદેશમાં હોસ્પિટલના બેડની ક્ષમતાનો અડધો ભાગ ખતમ થઈ શકે છે.