World Resources Institute Study On Pollution In India: ભારતમાં પ્રદૂષણ ગંભીર સમસ્યા બની ગઇ છે. પ્રદૂષણ ઘટાડવા માટે વિવિધ ઉપાયો સૂચવવામાં આવી રહ્યા છે. વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા એક નવા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જો 3 મુખ્ય માપદંડો અપનાવવામાં આવે તો વર્ષ 2050 સુધીમાં ભારતના પરિવહન ક્ષેત્રમાંથી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 71 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેમાં ઇલેક્ટ્રિફિકેશન, ઇંધણ અર્થતંત્ર અને પરિવહનનાં યોગ્ય માધ્યમોનો ઉપયોગ સામેલ છે.
આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં ઉર્જા સંબંધિત CO2 ઉત્સર્જનમાં ભારતના પરિવહન ક્ષેત્રનો હિસ્સો 14 ટકા હતો. આ સેક્ટરમાં ઉત્સર્જન ઘટાડવા માટે એક રોડમેપ અને સટીક લક્ષ્યોની તીવ્ર જરૂર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ઉત્સર્જન ઘટાડવાના ટાર્ગેટનું પાલન કરવા 2070 સુધી ઈન્ડિયા નેટ ઝીરો ટાર્ગેટ માટે પણ જરૂરી છે.
આ વ્યૂહરચનાઓ પર કામ કરવું પડશે
આ અભ્યાસનાં પરિણામો એનર્જી પોલિસી સિમ્યુલેટર પર છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે ઇંધણ અર્થતંત્ર, ઇલેક્ટ્રિફિકેશન અને મોડલ શિફ્ટ વ્યૂહરચનાના એક સાથે અમલીકરણથી બીએયુ ની તુલનામાં 2050 સુધીમાં કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જન અને અશ્મિભૂત ઇંધણના વપરાશમાં 71 ટકાનો ઘટાડો થશે. ડબ્લ્યુઆરઆઈ ઇન્ડિયાના એસોસિએટ પ્રોગ્રામ ડિરેક્ટર સુબ્રત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પરિવહન ક્ષેત્રને કાર્બન મુક્ત બનાવવાનું ભારતનું લક્ષ્ય ઓછી ખર્ચાળ નીતિ લાગુ કરીને પ્રાપ્ત કરી શકાય છે.
ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું
ચક્રવર્તીએ જણાવ્યું હતું કે સિમ્યુલેશન્સ દર્શાવે છે કે, ગુડ્સ અને પેસેન્જર બંને સેક્ટર માટે લો કાર્બન ટ્રાન્સોર્ટ સૌથી વધારે ખર્ચા વાળી પોલિસી છે. તેનાથી tCo2 પર 12118 રૂપિયાની સંભવિત બચત થશે. ઇલેક્ટ્રિક વાહનોના ઊંચા વેચાણને લક્ષ્ય બનાવવું એ કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનને ઘટાડવાની સૌથી મજબૂત પદ્ધતિઓ પૈકીની એક છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે વીજ ઉત્પાદનનું ડિકાર્બનાઇઝેશન પરિવહન ક્ષેત્રમાં ઇલેક્ટ્રિફિકેશન ટાર્ગેટ પૂર્ણ કરી શકે છે.
આ અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કાર્બન મુક્ત વીજળી સાથે એક અલગ નીતિ લાગુ કરવાથી 2050 સુધીમાં બીએયુમાં 75 ટકાનો ઘટાડો થશે. જો કે અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો બીએયુનું પાલન કરવામાં આવે તો દેશનું પરિવહન ક્ષેત્ર 2050 સુધી અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર રહેશે. તેમા એમ પણ કહેવામાં આવ્યું છે કે એલપીજી, ડીઝલ અને પેટ્રોલ જેવા અશ્મિભૂત ઇંધણનો વપરાશ આગામી ત્રણ દાયકામાં 4 ગણો થવાની ધારણા છે. તે વપરાશ અનુસાર વધે છે. 2020 થી 20250 વચ્ચે તે ત્રણ ગણો થવાનો અંદાજ પણ છે.
ટ્રાન્સપોર્ટ સેક્ટર દ્વારા 14 ટકા કાર્બન ઉત્સર્જન
વર્ષ 2020માં ઊર્જા સંબંધિત કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં પરિવહન ક્ષેત્રનો હિસ્સો 14 ટકા હતો. જેમાંથી 90 ટકા પ્રદૂષણ માર્ગ પરિવહનમાંથી આવે છે. તે સૌથી વધુ કાર્બન ઉત્પન્ન કરવાનો સ્રોત રહે છે. આ 90 ટકામાંથી ટુ-વ્હીલર્સનો હિસ્સો લગભગ 16 ટકા, કારનો 25 ટકા, બસનો હિસ્સો 9 ટકા, એલડીવી વાહનોનો હિસ્સો 8 ટકા અને એચડીવીનો હિસ્સો 45 ટકા હતો.