સિંધુ જળ સંધિ સ્થગિત છતા ભારતે પાકિસ્તાનને મદદ કરી, મોટું નુકસાન થતા બચાવ્યું

ભારતે ગયા રવિવારે માનવતાના ધોરણે તવી નદીમાં 'ભારે પૂર' વિશે પાકિસ્તાનને જાણકારી આપી હતી. ભારતે રવિવારે રાજદ્વારી માધ્યમો દ્વારા પાકિસ્તાનને તવી નદીમાં 'ભારે પૂર' વિશે ચેતવણી આપી હતી.

Written by Rakesh Parmar
August 25, 2025 20:31 IST
સિંધુ જળ સંધિ સ્થગિત છતા ભારતે પાકિસ્તાનને મદદ કરી, મોટું નુકસાન થતા બચાવ્યું
ભારતે રવિવારે રાજદ્વારી માધ્યમો દ્વારા પાકિસ્તાનને તવી નદીમાં 'ભારે પૂર' વિશે ચેતવણી આપી હતી. (તસવીર: X)

પહેલગામમાં પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત હુમલા પછી ભારતે સિંધુ જળ સ્થગિત કરી દીધી છે. પાકિસ્તાન તરફથી તેને પુનઃસ્થાપિત કરવા અને તેના પર ચર્ચા કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે, પરંતુ ભારત તેના કડક વલણ પર અડગ છે. હવે સમાચાર એ છે કે ભારતે ગયા રવિવારે માનવતાના ધોરણે તવી નદીમાં ‘ભારે પૂર’ વિશે પાકિસ્તાનને જાણકારી આપી હતી.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતે રવિવારે રાજદ્વારી માધ્યમો દ્વારા પાકિસ્તાનને તવી નદીમાં ‘ભારે પૂર’ વિશે ચેતવણી આપી હતી. સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે માનવતાના ધોરણે ભારે પૂર સંબંધિત માહિતી શેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિંધુ જળ સ્થગિત છે તેથી માહિતી વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે રવિવારે વિદેશ મંત્રાલય સાથે આ માહિતી શેર કરી હતી, જેણે તેને ઇસ્લામાબાદ મોકલી હતી.

પાકિસ્તાનમાં પણ ચર્ચા ચાલી રહી છે

પાકિસ્તાનના અખબાર ‘ધ ન્યૂઝ’ એ સત્તાવાર સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે ભારતે સંભવિત પૂર વિશે માહિતી શેર કરવા માટે પાકિસ્તાનનો સંપર્ક કર્યો છે. જોકે ભારત કે પાકિસ્તાન તરફથી આ ઘટનાક્રમની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને સામાન્ય રીતે આવી માહિતી સિંધુ જળ કમિશનર દ્વારા શેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતની ધરતી પરથી ટેરિફ મામલે PM મોદીનો અમેરિકાને મોટો સંદેશ, કહ્યું- ગમે તેટલું દબાણ આવે…

‘ધ ન્યૂઝ’ની ખબરમાં સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ભારતે પાકિસ્તાનને જમ્મુમાં તવી નદીમાં સંભવિત ગંભીર પૂર અંગે ચેતવણી આપી છે. ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગે રવિવારે આ ચેતવણી આપી હતી. સમાચારમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મે મહિનામાં પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષ પછી આ આ પ્રકારનો પહેલો મોટો સંપર્ક છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની અધિકારીઓએ ભારત દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ચેતવણી જારી કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ