India Suspended US Postal Services: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે હવે અમેરિકા સાથેની તમામ પ્રકારની ટપાલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. ભારત તરફથી આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી પર નારાજગી વ્યક્ત કરતા 25 ટકા ઉપરાંત 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે.
આ નિર્ણયને લઈ ટપાલ વિભાગ તરફથી સૂચના સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે અમેરિકામાં જતા 100 ડોલર સુધીના મૂલ્યોના પત્રો, દસ્તાવેજો અને ભેટો સહિતની સામગ્રીની બુકિંગને સંપૂર્ણ રીતે નિલંબિત કરવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય અમેરિકા જતી ટપાલોના પરિવહનમાં વાહક કંપનીઓ નિરંતર અસમર્થતા તથા પરિભાષિત નિયામક તંત્રના અભાવને જોતા લેવામાં આવ્યો છે.
પહેલા 100 ડોલરની છૂટ આપવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, આ ઘોષણા તે નિવેદનના એક અઠવાડિયા પછી આવી છે જેમાં વિભાગે જણાવ્યું છે કે તેઓ 25 ઓગસ્ટે અમેરિકામાં જતી વસ્તુઓ પર રોક લગાવી દેશે. જેમાં પત્રો, દસ્તાવેજો અને 100 ડોલર સુધી મૂલ્યના ઉપહાર વસ્તુઓ સામેલ નહીં રહે. જોકે હવે તેને સંપૂર્ણ રીતે સસ્પેન્ડ કરી દેવમાં આવ્યું છે.