GPS Based New Toll Tax Collection System: ફાસ્ટેગ નહીં હવે જીપીએસ થી વાહનોનો ટોલ ટેક્સ કપાશે. કેન્દ્ર સરકાર ટેક્સ ટેક્સ ક્લેકેશન સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઇ રહી છે. જે અંતર્ગત ફાસ્ટેગના બદલે હવે નવી સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવા જઇ રહી છે. નવી ટોલ ટેક્સ કલેક્શન સિસ્ટમ મે મહિનામાં શરૂ થવાની સંભાવના છે. જીપીએસથી તમારું વાહન ટ્રેક થશે અને તમારા બેંક એકાઉન્ટ માંથી ટોલ ટેક્સ કપાઇ જશે. તો શું ફાસ્ટેગ સંપૂર્ણપણે બંધ થઇ જશે? જીપીએસથી કેવી રીતે ટોલ ટેક્સ કપાશ? જાણો વિગતવાર
જીપીએસ થી ટોલ ટેક્સ કેવી રીતે કપાશે?
નવી ટોલ ટેક્સ સિસ્ટમ સેટેલાઇટ આધારિત ડિવાઇસથી કામગીરી કરશે. જેમાં વાહનની અંદર એક ઓન બોર્ડ યુનિટ (OBU) લગાડવામાં આવશે, જે જીપીએસ દ્વારા વાહનને ટ્રેક કરશે. GNSS સિસ્ટમ GPS અને GPS-એડેડ GEO ઓગમેન્ટેડ નેવિગેશન (GAGAN) નો ઉપયોગ કરીને વાહનોને સચોટ રીતે ટ્રેક કરે છે. હાઇવે પર વાહને જેટલું અંતર કાપ્યું હશે તેના આધારે ટોલ ટેક્સ વસૂલાશે.
વર્તમાનમાં રોડ હાઇવે પર વાહનચાલકો પાસેથી ચોક્કસ કિલોમીટર માટે પૂર્વ નિર્ધારિત ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. નવી ટોલ ટેક્સ સિસ્ટમ GNSS વધુ લવચીક અને વાજબી અભિગમ પ્રદાન કરે છે. તે ટોલ ચોરી ઘટાડીને અને વાહનચાલકો પાસેથી વધુ પડતો ચાર્જ વસૂલતા અટકાવીને સરકારને પણ મદદ કરે છે.
નવી સિસ્ટમ હેઠળ, GNSS નો ઉપયોગ કરી વાહનના સ્થાનોનું ચોક્કસ નિરીક્ષણ કરવામાં આવશે, અને ટોલ ચાર્જ તેમના ખાતા સાથે જોડાયેલા ડિજિટલ વોલેટમાંથી અંતરના આધારે આપમેળે કાપવામાં આવશે.
શરૂઆતમાં, GNSS સિસ્ટમ હાલના ફાસ્ટેગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કામ કરશે, જેમાં નવી ટેકનોલોજીને ટેકો આપવા માટે પસંદગીના ટોલ લેનમાં ફેરફાર કરવામાં આવશે. જેમ જેમ તેનો ઉપયોગ વધશે તેમ તેમ સમગ્ર ટોલ પ્લાઝાને GNSS સુસંગતતામાં અપગ્રેડ કરવામાં આવશે. ટ્રાયલ પહેલાથી જ ચાલી રહી છે, જેમાં બેંગલુરુ-મૈસુર અને પાણીપત-હિસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાલમાં GNSS ક્ષમતાઓથી સજ્જ છે.
નવી ટોલ ટેક્સ સિસ્ટમ ક્યારથી શરૂ થશે?
હવે, માર્ગ અને પરિવહન મંત્રી, નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે GNSS ટોલ વસૂલાત સિસ્ટમ આ મહિનાના અંત સુધીમાં શરૂ થઈ જશે. થોડા દિવસ પહેલા નાગપુરમાં એક જાહેર સંબોધનમાં, કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી હતી કે માર્ગ અને પરિવહન મંત્રાલય (MoRTH) આગામી 15 દિવસમાં નવી ટોલ વસૂલાત સિસ્ટમ રજૂ કરશે.
જીપીએસ ટોલ ટેક્સ સિસ્ટમ કેવી રીતે લાગુ થશે?
નવી જીપીએસ આધારિત ટોલ ટેક્સ સિસ્ટમ મે મહિનાના અંત સુધીમાં લાગુ થશે. શરૂઆતમાં નવી સિસ્ટમ બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે લાગુ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર તમામ ખાનગી વાહનો અને કાર પર લાગુ થશે. આ માટે સરકાર વાહનોમાં OBU લગાવવાની કામગીરી શરૂ કરશે.
નવી ટોલ ટેક્સ સિસ્ટમના ફાયદા
જેટલું અંતર તેટલો ટેક્સ : હવે રોડ હાઇવે પર તમારું વાહન જેટલું અંતર કાપશે જેટલો જ ટોલ ટેક્સ કપાશે.
લાંબી લાઇન નહીં લાગે : ટોલ ટેક્સ બુથ પર વાહનોની લાંબી લાઇન લાગશે નહીં. બેંક ખાતા માંથી ઓનલાઇન ટોલ ટેક્સ કપાઇ જશે.
ગેરરીતિ ઘટશે : સરકારનું કહેવું છે કે, ટોલ ટેક્સ કલેક્શનની સંપૂર્ણ કામગીરી ઓટોમેટિક થશે, આથી ટોલ ટેક્સ ચોરી કે છેતરપીંડિ થવાની સંભાવના રહેશે નહીં.
ઝડપી મુસાફરી : નવી ટોલ ટેક્સ સિસ્ટમથી ટોલ ટેક્સ બુથ પર વાહનોની લાંબી લાગશે નહીં. ઝડપી અને અવરોધ મુક્ત મુસાફરી, વાહન રોકવાની જરૂર નહીં, ઇંધણ ઓછું વપરાશે અને ઓછું પ્રદૂષણ ફેલાશે.
ડેટા પ્રાયવસી અને સુરક્ષા
લોકોને ચિંતા છે કે, જીપીએસથી તેની વિગતો જાહેર થઇ જશે. પરંતુ સરકારનું કહેવું છે કે આ સિસ્ટમ ભારતના પોતાના સેટેલાઇટ NaVIC પર ચાલે છે, જેનાથી ડેટા દેશની અંદર જ રહેશે અને સુરક્ષિત રહેશે.