ECI vs Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ખામીઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિરોધ પક્ષના નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને PPT દ્વારા આરોપ લગાવ્યો હતો કે ભાજપ ચૂંટણી પંચની મદદથી મત ચોરી રહી છે. આજે ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપો પર લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે આરોપો લગાવનારા રાજકારણીઓ પુરાવા સાથે સોગંદનામું આપે અથવા ખોટા આરોપો માટે માફી માંગે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રવિવારે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીના પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે કાં તો સોગંદનામું આપવું પડશે અથવા દેશ સમક્ષ માફી માંગવી પડશે. તેમણે કહ્યું કે આ મુદ્દે કોઈ ત્રીજો વિકલ્પ નથી.
મતાદાતા સાથે પહાડની જેમ ઉભુ છે ચૂંટણી પંચ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, જો 7 દિવસની અંદર કોઈ સોગંદનામું પુરાવાઓ સાથે મળતુ નથી તો તેનો મતલબ થાય છે કે તમામ આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે, કોઈ પણ ઠોસ પૂરાવા વિના મતદાતાનું વનામ નીકાળવામાં આવશે નહીં. ચૂંટણી પંચ દરેક મતદાતા સાથે પહાડની જેમ ઉભુ છે.