Chirag Paswan Interview: યુવા રાજનેતા ચિરાગ પાસવાન એક ભારતીય રાજનેતા અને દેશના જાણીતા રાજનેતા રામવિલાસ પાસવાનના પુત્ર છે. એક તબક્કે પિતાએ બનાવેલી પાર્ટીમાંથી કાઢી મુકાતાં નવી પાર્ટી ઉભી કરી અને હાલમાં એનડીએ ગઠબંધન સાથે જોડાઇ મોદી સરકાર 3.0 માં કેન્દ્રીય મંત્રી છે. એક્સપ્રેસ અડ્ડા સાથેની ખાસ મુલાકાતમાં રાજકીય સફર, નેતાગીરી અને બિહાર ચૂંટણી 2025 સહિત મુદ્દે નિલાખસથી ચર્ચા કરી હતી.
લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પક્ષના સ્થાપક ચિરાગ પાસવાન બિહારના હાજીપુર લોકસભા બેઠકના સાંસદ છે અને વર્તમાન મોદી સરકાર 3.0 માં ઉદ્યોગ કેબિનેટ મંત્રી છે. ચિરાગ પાસવાન હાલમાં ની રાજકીય સફર સંઘર્ષથી ભરેલી છે. એક્સપ્રેસ અડ્ડા સાથેની ખાસ મુલાકાતમાં ચિરાગ પાસવાને કહ્યું કે, હું મારા વડાપ્રધાનને પૂર્ણ સમર્પિત છું. આ માત્ર રાજકીય જ નહીં પરંતુ વ્યક્તિગત લાગણીની પણ વાત છે.
મારા પિતાએ બનાવેલી પાર્ટીએ મને ગણતરીના કલાકોમાં જ પાર્ટીમાંથી દૂર કર્યો. આ ક્ષણ મારા માટે કઠીન હતી. પરંતુ એવા સમયે વડાપ્રધાન તરફથી કોલ આવે અને હાલચાલ પુછે એ ઘણી મોટી વાત છે. જે રાજકીય ફલકથી ઉપર એક લાગણીશીલતા બતાવે છે.
નવી પાર્ટી કેવી રીતે બનાવવી એ પણ હું જાણતો ન હતો. મારી પાસેથી જાણે બધું જ છિનવાઇ ગયું હતું. પરંતુ મારામાં એ ક્ષમતા હતી કે હું આ બધું કરી શક્યો. ડોક્ટરનો પુત્ર ડોક્ટર અને વકીલનો પુત્ર વકીલ બને એ સ્વભાવિક છે. આ કાબેલિયત સહજતાથી આવે છે. નેપોકીડની વાત આવે છે પરંતુ એ યોગ્ય નથી. જો ક્ષમતા હોય તો જ સફળ થવાય છે.