સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના આ યુગમાં કયો વીડિયો નકલી છે અને કયો અસલી છે તે શોધવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. હવે ઇન્ટરનેટ પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે. આ વીડિયો બિલકુલ કેમેરામાંથી રેકોર્ડ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. પરંતુ ખરેખરમાં આ મામલો એકદમ અલગ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ખરેખરમાં કેમેરામાંથી રેકોર્ડ કરવામાં આવ્યો નથી. આ વીડિયો બિલકુલ જૂના મોબાઇલ અથવા સસ્તા કેમકોર્ડરમાંથી ફિલ્માવવામાં આવ્યો હોય તેવું લાગે છે, પરંતુ એવું નથી. આ વીડિયો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે!
A16Z પાર્ટનર અને AI નિષ્ણાત @venturetwins એ X એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. અને લખ્યું છે કે આ કોઈ વાસ્તવિક ઘરનો વીડિયો નથી. અમે એવા AI વીડિયો જનરેટ કરવામાં સક્ષમ છીએ જે જુના કેમકોર્ડર અથવા જૂના ફોનમાંથી રેકોર્ડ કરવામાં આવ્યા હોય તેવા વીડિયો લાગે છે.
આ પણ વાંચો: નોન વેજ દૂધ એટલે શું? ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલમાં બની રહ્યું છે અડચણ
આ વીડિયો જોઈને એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે હવે AI ફક્ત સિનેમેટિક ગુણવત્તાવાળા વીડિયો જ બનાવી શકતું નથી, પરંતુ વીડિયો જાણી જોઈને “નીચી-ગુણવત્તા” અથવા રેટ્રો શૈલીમાં પણ બનાવી શકાય છે. એટલે કે, હવે તમે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને “ખરાબ કેમેરા” જેવો અનુભવ કરાવતો વીડિયો પણ બનાવી શકો છો.