AAIBના રિપોર્ટ પછી ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એક મોટો નિર્ણય લીધો છે. DGCA એ કહ્યું છે કે દેશમાં ચાલતી બધી ફ્લાઇટ્સની તપાસ કરવી ફરજિયાત રહેશે. વિમાનના એન્જિન સ્વિચ ફ્યુઅલ સિસ્ટમની તપાસ કરવામાં આવશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે 21 જુલાઈ સુધીમાં તમામ વિમાનોની તપાસ પૂર્ણ કરી લેવામાં આવે.
DGCA એ આ સૂચના કેમ આપી?
તમને જણાવી દઈએ કે 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલ પછી આ પગલું લેવામાં આવી રહ્યું છે. DGCA એ એરલાઇન કંપનીઓને બોઇંગ 787, 737 વિમાનોના ફ્યુઅલ સ્વિચ લોકીંગ સિસ્ટમ તપાસવા કહ્યું છે. DGCA એ કહ્યું છે કે એરલાઇન કંપનીઓએ 21 જુલાઈ સુધીમાં બોઇંગ 787, 737 વિમાનોની ફ્યુઅલ સ્વિચ લોકીંગ સિસ્ટમની તપાસ પૂર્ણ કરે.
AAIB રિપોર્ટમાં શું ખુલાસો થયો?
AAIB રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના બંને એન્જિનમાં ફ્યૂલ કંટ્રોલને નિયંત્રિત કરતા બંને ફ્યૂલ કંટ્રોલ સ્વીચો “રન” થી “કટઓફ” સ્થિતિમાં (ચાલુથી બંધ) થઈ ગયા હતા. શક્ય છે કે આ જ કારણે વિમાન ક્રેશ થયું હોય.
આ પણ વાંચો: રસ્તા પર ગાતો સુરતનો રાજુ કલાકાર ટી-સિરીઝના વીડિયો સુધી પહોંચી ગયો
DGCA એ કહ્યું છે કે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, આ વિમાનોની ઇંધણ સ્વીચ લોકીંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી જોવા મળી છે, જે સલામતી માટે ખતરો ઉભો કરી શકે છે.