લોકસભા 2024: શું JDS કર્ણાટકમાં BJP સાથે ગઠબંધન કરશે? જાણો કુમારસ્વામીનો જવાબ

Lok Sabha Elections 2024 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી (Karnataka Election) બાદ હવે રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેડીએસ (JDS) ના વડા એચડી કુમારસ્વામી (HD Kumaraswamy) ભાજપ (BJP) ને ટેકો આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું. જેડીએસએ કહ્યું, અમે અમારા દમ પર જ લડીશું.

Written by Kiran Mehta
Updated : June 06, 2023 17:05 IST
લોકસભા 2024: શું JDS કર્ણાટકમાં BJP સાથે ગઠબંધન કરશે? જાણો કુમારસ્વામીનો જવાબ
લોકસભા ચૂંટણી 2024 (ફોટો - એચડી કુમારસ્વામી ટ્વીટર)

Lok Sabha 2024: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ એવા અહેવાલો છે કે, ભાજપે દક્ષિણ માટે પોતાની રણનીતિ બદલી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાથે જેડીએસને પણ હારનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે, જ્યારે જેડીએસના નેતા અને રાજ્યના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીને પૂછવામાં આવ્યું કે, શું તેમની પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે, તો તેમણે કહ્યું, “અમારી પ્રાથમિકતા અમારી પાર્ટીને પોતાના દમ પર વધારવાની છે. ચાલો જોઈએ શું થાય છે.”

આ દરમિયાન તેમણે કહ્યું કે જો રાષ્ટ્રીય પક્ષોને લાગે છે કે જેડીએસ સમાપ્ત થઈ ગઈ છે, તો તેઓ હવાઈ કિલ્લાઓ બનાવી રહ્યા છે. અમે અમારી પાર્ટીને મજબૂત કરીશું. મને ખબર છે કે, કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે. હું જાણું છું કે તે કેવું સુશાસન કરશે.

એચડી કુમારસ્વામીએ કહ્યું કે, અમે અમારી પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતના કારણે 19 સીટો જીતી છે. જો રાષ્ટ્રીય પાર્ટીઓ એવું વિચારે છે કે, તેમણે અમને ખતમ કરી દીધા છે તો તેઓ સપના જોઈ રહ્યા છે. હું કોંગ્રેસની કામ કરવાની રીત જાણું છું, તેઓ પણ એ જ કરી રહ્યા છે જે ભાજપે કર્યું હતું. આગામી દિવસોમાં તેમનો પણ પર્દાફાશ થશે.

આ પહેલા જ્યારે પૂર્વ પીએમ એચડી દેવગૌડાને ન્યૂઝ એજન્સી ANI દ્વારા લોકસભા ચૂંટણી 2024માં વિપક્ષી પાર્ટીઓ સાથે એકસાથે આવવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારી કોઈની સાથે વાતચીત થઈ નથી. સૌ પ્રથમ, અમે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે અમારી પાર્ટીને મજબૂત કરવા માંગીએ છીએ.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ શું આવ્યું?

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો ગયા મહિનાની શરૂઆતમાં જાહેર થયા હતા, જે કોંગ્રેસ માટે સારા સમાચાર લઈને આવ્યા હતા. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસને સૌથી વધુ 135 બેઠકો મળી હતી. આ બેઠકો સાથે કોંગ્રેસે ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો હતો.

આ પણ વાંચોરાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને કેમ ગણાવી સેક્યુલર પાર્ટી, કેરળમાં થઇ શકે છે શું ફાયદો

ભાજપને માત્ર 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો, જ્યારે કિંગ મેકર બનવાનું સપનું જોઈ રહેલી JDSને માત્ર 19 વિધાનસભા બેઠકો મળી. વોટ શેરની વાત કરીએ તો, કોંગ્રેસને લગભગ 43 ટકા વોટ મળ્યા. બીજેપી બીજા નંબર પર રહી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 36 ટકા વોટ મળ્યા જ્યારે જેડીએસને 13.29 ટકા વોટથી સંતોષ માનવો પડ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ