આપણો દેશ ભારત વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વિવિધતાને એક તાંતણે બાંધવામાં આપણા રાષ્ટ્રીય પ્રતીકોનો મોટો ફાળો છે. આ પ્રતીકો આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તો ચાલો, આ ક્વિઝ દ્વારા આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશેના તમારા જ્ઞાનને ચકાસીએ.
ભારતના રાષ્ટ્રીય પ્રતીકો: ગૌરવ અને ઓળખ
રાષ્ટ્રીય પ્રતીકો કોઈપણ દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને દર્શનનું પ્રતિબિંબ હોય છે. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો પણ આ જ ભાવનાને વ્યક્ત કરે છે. આ પ્રતીકો આપણને દેશના ગૌરવશાળી ભૂતકાળની યાદ અપાવે છે અને ભવિષ્ય માટે પ્રેરણા આપે છે.
- રાષ્ટ્રધ્વજ: ત્રિરંગો, જે બલિદાન, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. મધ્યમાં રહેલું અશોક ચક્ર, સતત પ્રગતિનો સંદેશ આપે છે.
- રાષ્ટ્રીય પ્રતીક: સારનાથના અશોક સ્તંભમાંથી લેવાયેલું આ પ્રતીક સત્ય અને ન્યાયનો સંદેશ આપે છે, જે ‘સત્યમેવ જયતે’ સૂત્ર દ્વારા વધુ સ્પષ્ટ થાય છે.
- રાષ્ટ્રીય ગીત અને ગાન: ‘જન ગણ મન’ રાષ્ટ્રીય ગીત તરીકે દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે, જ્યારે ‘વંદે માતરમ્’ રાષ્ટ્રીય ગાન તરીકે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને સમર્પણની લાગણી વ્યક્ત કરે છે.
રાષ્ટ્રીય પ્રતીકો વિશે 20 સવાલ અને જવાબો
પશ્ન 1: ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રનો રંગ કયો છે?
જવાબ: ઘેરો વાદળી (Navy Blue).
પ્રશ્ન 2: રાષ્ટ્રીય ગીત ‘જન ગણ મન’ પ્રથમ વખત કયા વર્ષમાં ગવાયું હતું?
જવાબ: 1911.
પ્રશ્ન 3: ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
જવાબ: વાઘ (Royal Bengal Tiger).
પ્રશ્ન 4: રાષ્ટ્રીય પ્રતીકમાં નીચે કયું સૂત્ર લખેલું છે?
જવાબ: સત્યમેવ જયતે.
પ્રશ્ન 5: રાષ્ટ્રીય પ્રતીક કયા સ્તંભમાંથી લેવામાં આવ્યું છે?
જવાબ: અશોક સ્તંભ, સારનાથ.
પ્રશ્ન 6: રાષ્ટ્રીય પક્ષી મોરને કયા વર્ષમાં રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?
જવાબ: 1963.
પ્રશ્ન 7: ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે?
જવાબ: કમળ.
પ્રશ્ન 8: ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે?
જવાબ: આનંદ મઠ.
પ્રશ્ન 9: ભારતના રાષ્ટ્રધ્વજમાં રહેલા અશોક ચક્રમાં કેટલા આરા (Spokes) છે?
જવાબ: 24.
પ્રશ્ન 10: ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે?
જવાબ: વડ (Banyan).
પ્રશ્ન 11: રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ ગાવાનો સમયગાળો કેટલો છે?
જવાબ: 52 સેકન્ડ.
પ્રશ્ન 12: રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું છે?
જવાબ: 3:2.
પ્રશ્ન 13: ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે?
જવાબ: ડોલ્ફિન.
પ્રશ્ન 14: રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શું દર્શાવે છે?
જવાબ: શક્તિ અને બલિદાન.
પ્રશ્ન 15: ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે?
જવાબ: કેરી.
પ્રશ્ન 16: ભારતીય રાષ્ટ્રીય પ્રતીક પર કેટલા સિંહો છે?
જવાબ: ત્રણ દેખાય છે, પણ કુલ ચાર છે.
પ્રશ્ન 17: રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે?
જવાબ: શક સંવત.
પ્રશ્ન 18: રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ શું દર્શાવે છે?
જવાબ: સમૃદ્ધિ, પ્રગતિ અને ફળદ્રુપતા.
પ્રશ્ન 19: ભારતનું રાષ્ટ્રીય શપથ કોણે લખ્યું હતું?
જવાબ: પી.વી. સુબ્બારાવ.
પ્રશ્ન 20: ભારતમાં રાષ્ટ્રીય પ્રતીકને કયા વર્ષમાં અપનાવવામાં આવ્યું હતું?
જવાબ: 1950.
15મી ઓગસ્ટ 2025 ક્વિઝ: સ્વતંત્રતા દિવસ વિશે 20 સવાલ જવાબ, તમારુ જ્ઞાન ચકાસો!
આ પ્રતીકો માત્ર કાયદાકીય પ્રતીકો નથી, પરંતુ તે દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડે છે.