How Often To Change Cooler Water: ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા લોકો પંખો, એસી અને એર કુલરનો ઉપયોગ કરે છે. જો તમે એર કુલરનો ઉપયોગ કરો છો બહુ સાવધાની રાખવી પડશે, નહીંત્તર તમે બીમાર પણ પડી શકે છે. સમયાંતરે કુલરનું પાણી બદલી નાંખવી જરૂરી છે, નહીતર મચ્છરનો ઉપદ્રવ થઇ શકે છે. ઠંડા પાણીમાં મચ્છરોની સંખ્યા વધતી અટકાવવા માટે તમારે કેટલીક વસ્તુઓ ઉમેરવી જોઈએ. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી.
કુલર નું પાણી કેટલા દિવસમાં બદલવું જોઈએ?
ઉનાળામાં જો તમે બીમાર થવાનું ટાળવા માંગતા હોવ તો દર અઠવાડિયે કુલરનું પાણી બદલવું જોઈએ. આમ કરવાથી મચ્છરના જીવાણું પાણીમાં ઉત્પન્ન થતા નથી. ઉપરાંત કુલરનું પાણી બદલતી વખતે પણ વોટર ટેન્કસારી રીતે સાફ કરવી જોઈએ.
કુલરના પાણીમાં શું ઉમેરવું?
કુલરના પાણીમાં મચ્છર કે બેક્ટેરિયા ઉત્પન્ન ન થાય તેની માટે તેમા સમયાંતરે લીમડાના પાન અને ફટકડી ઉમેરવી જોઈએ. જો તમારી પાસે કેરોસીન હોય તો તેના થોડાક ટીંપા કુલરન પાણીમાં ઉમેરવાથી મચ્છર ઉત્પન્ન નહીં થાય.
ઉનાળામાં કુલર વાપરતી વખતે આટલું ધ્યાન રાખો
- જો તમે લાંબા સમયથી કુલરનો ઉપયોગ નથી કરી રહ્યા તો તેને ઢાંકી દો.
- મચ્છરથી બચાવવા માટે તમે કુલરના વોટર ટેન્કને મચ્છરની જાળીથી પણ ઢાંકી શકો છો.
- કૂલરને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં તેને તાજી હવા મળી શકે. આમ કરવાથી હવા ઠંડી આવશે.
- કુલરના પાણીને સ્વચ્છ રાખવા માટે હંમેશા જમીનની થોડાક ઉપર રાખવાનો પ્રયત્ન કરો.