સૌથી મહત્વપૂર્ણ તમારૂં સરકારી દસ્તાવેજોમાંનું એક છે તમારૂં આધાર કાર્ડ, તેની ઘણી વાર જરૂરી પડે છે. બેંક ખાતું ખોલાવવાથી લઈને નવું સિમ કાર્ડ મેળવવા સુધીની દરેક બાબતમાં તેનો ઉપયોગ કરવો પડે છે. આ ઉપરાંત હોટલમાં ચેક-ઇન કરતી વખતે પણ આધાર કાર્ડ સબમિટ કરવું પડશે. આવામાં ઘણા યુઝર્સને ડર હોય છે કે તેમના આધાર કાર્ડ અથવા ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. તમે સરળતાથી ચકાસી શકો છો કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે.
ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા વ્યક્તિ ઘરે બેઠા સરળતાથી તપાસ કરી શકે છે કે તેમનો આધાર ડેટા ક્યાં વપરાયો છે. આવામાં જો કોઈએ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કર્યો છે તો તમને તેના વિશે ખબર પડશે. જો તમે ઇચ્છો તો તમે તમારી બાયોમેટ્રિક માહિતીને લોક-અનલોક કરી શકો છો. ચાલો આને વિગતવાર સમજીએ.
તમારે ફોલો કરવા પડશે આ સરળ સ્ટેપ
- સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in પર જાઓ.
- અહીં તમારે My Aadhaar વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે બતાવેલ વિકલ્પોમાંથી ‘Aadhaar Authentication History’ પર ટેપ કરો.
- આ પછી તમારે 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- રજિસ્ટર્ડ ફોન નંબર પર પ્રાપ્ત થયેલ વન ટાઈમ પાસવર્ડ (OTP) દાખલ કરવાનો રહેશે.
- સ્ક્રીન પર આધાર ઇતિહાસ દેખાશે અને તે બતાવવામાં આવશે કે તમે ક્યારે અને ક્યાં આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
જો તમને આધાર કાર્ડ ઇતિહાસમાં કોઈ એવી એન્ટ્રી દેખાય જે તમે ઓળખી ન શકો તો તરત જ સાવધાન થઈ જાવ.
આ રીતે તમે આધારને લોક અને અનલોક કરી શકો છો
તમારે માય આધાર સેક્શનમાં જ આધાર સર્વિસ પર ટેપ કરવું પડશે. અહીં તમારે લોક/અનલોક બાયોમેટ્રિક્સ પસંદ કરવાનું રહેશે. જો તમે ઇચ્છો તો તમે માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમારો આખો આધાર નંબર દેખાતો નથી. સરકારે તાજેતરમાં એક નવી આધાર એપ રજૂ કરી છે, જેના દ્વારા ID વેરિફિકેશન સુરક્ષિત રીતે કરી શકાય છે. આ પણ વાંચો: લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકાએ બોયફ્રેન્ડને માર્યો માર, હાથ-પગમાં કૂલ 13 ફ્રેક્ચર થયા