એલ્યુમિનિયમના વાસણમાં ખાવાનું બનાવવું સ્વાસ્થ્ય માટે સારું કે ખરાબ? એક્સપર્ટ પાસેથી જાણો હકીકત

Health News Gujarati : ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે એલ્યુમિનિયમના વાસણોમાં રાંધવું એ સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નુકસાનકારક. ચાલો એક્સપર્ટ પાસેથી આ સવાલનો જવાબ જાણીએ

Written by Ashish Goyal
Updated : August 30, 2025 19:01 IST
એલ્યુમિનિયમના વાસણમાં ખાવાનું બનાવવું સ્વાસ્થ્ય માટે સારું કે ખરાબ? એક્સપર્ટ પાસેથી જાણો હકીકત
ભારતીય રસોઇમાં લાંબા સમયથી એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

Health News Gujarati : ભારતીય રસોઇમાં લાંબા સમયથી એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તે હળવા, સસ્તા અને ઝડપથી ગરમ થાય છે, તેથી ઘણા લોકો દરરોજ તેમાં રસોઈ બનાવે છે, પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે એલ્યુમિનિયમના વાસણોમાં રાંધવું એ સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નુકસાનકારક.

છેલ્લા કેટલાક વર્ષોમાં આવા અનેક રિસર્ચ સામે આવ્યા છે, જે બાદ કેટલાક લોકોએ એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ મર્યાદિત કરી દીધો છે, પરંતુ આજે પણ મોટી સંખ્યામાં લોકો આ વાસણોનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે તેનાથી શરીરમાં એલ્યુમિનિયમ ઓગળી જાય છે અને બીમારીઓ થઈ શકે છે, તો કેટલાક માને છે કે તે સુરક્ષિત છે. ચાલો અમે તમને જણાવીએ કે સત્ય શું છે.

દિલ્હીની ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ ડો.શાલિની વર્માના જણાવ્યા અનુસાર એલ્યુમિનિયમ ખરાબ વસ્તુ નથી, પરંતુ તે એક ધાતુ છે અને તેમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ રસોઈ, ખાવા માટે કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ યોગ્ય એલ્યુમિનિયમના વાસણો ન મળવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સિવાય એલ્યુમિનિયમના વાસણોનો ખોટી રીતે ઉપયોગ કરવો, જેનાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક અને નુકસાનકારક હોઈ શકે છે.

શું એલ્યુમિનિયમના વાસણોમાંથી ખાવું નુકસાનકારક છે?

નિષ્ણાતોના મતે એલ્યુમિનિયમના વાસણોમાંથી ખાવાનું નુકસાનકારક નથી. આ એક પ્રકારનું મિથક છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. રસોઈ બનાવતી વખતે થોડી માત્રામાં એલ્યુમિનિયમ ખોરાકમાં ઓગળી શકે છે, ખાસ કરીને જ્યારે ટામેટાં, લીંબુ અથવા આમલી જેવા એસિડિક પદાર્થોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બને છે.

આ પણ વાંચો – શું તમે પથારીમાં કલાકો સુધી પડખા ફેરવો છો? આ સરળ રુટિનથી તમને તરત જ ગાઢ ઊંઘ આવશે

રિસર્ચ મુજબ દૈનિક આહારમાંથી સામાન્ય રીતે 2થી 10 મિલિગ્રામ એલ્યુમિનિયમ શરીરમાં પ્રવેશે છે. એલ્યુમિનિયમની થોડી માત્રા શરીર માટે હાનિકારક નથી, કારણ કે કિડની તેને બહાર કાઢી નાખે છે, પરંતુ તેનું વધુ પડતું અને લાંબા સમય સુધી સેવન મગજ, હાડકાં અને કિડની પર ખરાબ અસર કરી શકે છે.

એલ્યુમિનિયમના વાસણોના ગેરફાયદા

જો ખોરાક દ્વારા મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ શરીર સુધી પહોંચે છે, તો તે ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે. કિડની પર તેની ખરાબ અસર પડે છે અને કિડનીને નુકસાન પહોંચાડવામાં તે અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત આ ધાતુ હૃદય અને શરીરના અન્ય ભાગો પર પણ ખરાબ અસર કરે છે. આ વાસણોમાંથી નીકળતો કાચ અથવા અન્ય હાનિકારક પદાર્થો પણ જીવલેણ હોઈ શકે છે.

શું કહે છે નિષ્ણાંતો

ન્યૂટ્રિશન અને આરોગ્ય નિષ્ણાતોના મતે એલ્યુમિનિયમના વાસણોમાં રાંધવું એ પુરી રીતે ખતરનાક નથી, પરંતુ તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં થવો જોઈએ. એલ્યુમિનિયમના વાસણોમાં ખાટા અને મસાલેદાર ખોરાકને વારંવાર રાંધવાનું ટાળો. લાંબા સમય સુધી ખોરાકને સંગ્રહિત કરવા માટે એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરશો નહીં. આ સિવાય સ્ટેનલેસ સ્ટીલ, કાસ્ટ આયરન કે કાચના વાસણો પ્રમાણમાં સુરક્ષિત માનવામાં આવે છે. આ સિવાય જો એલ્યુમિનિયમના વાસણોનું કોટિંગ બહાર આવવા લાગે તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ