Ganesh Chaturthi 2025 Sweets Coconut Laddu Recipe: ગણેશ ચતુર્થી પર ભગવાન ગણપતિને મોદક, લાડુ જેવી મીઠાઇનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી ટાણે બજારમાં વિવિધ પ્રકારના લડ્ડુ, મોદક અને મીઠાઇ વેચાય છે. જો કે બજારની મીઠાઇ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થવાની ચિંતા રહે છે. આવી સ્થિતિમાં લોકોએ ઘરે જ શુદ્ધ અને સાત્વીક મોદક, લડ્ડુ બનાવવા જોઇએ. અહીં માત્ર 3 વસ્તુ માંથી કોકોનટ લાડુ બનાવવાની રીત જણાવી છે. આ રીતે બનાવેલા નારિયેળના લાડુ બહુ જ નરમ અને સ્વાદિષ્ટ હોય છે, જે મોંમાં મુકતા જ ઓગળી જાય છે. ચાલો જાણીયે પરફેક્ટ માપ સાથે કોપરાના લાડુ બનાવવાની રીત
Coconut Laddu Recipe Ingredients : કોકોનટ લાડુ બનાવવા માટે સામગ્રી
- કોપરાની છીણ – 2 કપ
- દૂધ – 3/2 કપ
- ખાંડ – 3/4 કપ
- એલચી પાઉડર – 1 ચમચી
- કાજુ – 2 ચમચી
Coconut Laddu Recipe At Home : ઘરે નારિયેળના લાડુ બનાવવાની રીત
કોકોનટ લાડુ બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરી એક કઢાઈમાં 2 કપ કોપરાની છીણને 5 થી 7 મિનિટ સુધી શેકો. તમે સુકા કોપરાની છીણ અથવા ફ્રેશ લીલા નારિયેળની છીણ, તમને જે પસંદ હોય તેનો ઉપયોગ કરી શકાય છે. કોપરાની છીણને શેકવાથી ભેજ શોષાઇ જાય છે. પછી તેમા દોઢ કપ જેટલું દૂધ ઉમેરો. હવે ગેસ પર ધીમા તાપે બધું જ દૂધ શોષાઇ ન જાય ત્યાં સુધી કોપરાની છીણ શેકો, આ દરમિયાન કોપરાની છીણને સતત હલાવતો રહો.
કઢાઇમાં રહેલું દૂધ શોષાઇ પછી તેમા અડધા કપથી પણ ઓછી ખાંડ કે ખાંડ બૂરું ઉમેરી 2 થી 5 મિનિટ સુધી સામગ્રીને પકવવા દો. ત્યારબાદ તેમા એચલી પાઉડર, કાજુનો ભુક્કો ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. હવે ગેસ બંધ કરી સામગ્રીને 10 મિનિટ સુધ ઠંડી થવા દો.
હવે હાથ વડે કે લાડુ બનાવવાના બીબા વડે નારિયેલના લાડુ બનાવો. આ રીતે ઘરે બનાવેલા કોકોનટ લાગુ 3 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે. ઘઉંના લોટના બદલે આ સસ્તી અને પૌષ્ટિક શાકભાજી માંથી પણ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. શાકભાજીમાંથી પૌષ્ટિક લાડુ બનાવવાની રીત જાણવા અહીં ક્લિક કરો.