Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટને રવિવારે સાબકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહિસાગર,અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે

Written by Ashish Goyal
Updated : August 30, 2025 23:13 IST
Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો
ગુજરાતમાં વરસાદની બ્રેક - Express photo

Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શનિવારને 30 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી રાતના 10.00 વાગ્યા સુધીમાં 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

36 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 30 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં 121 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 36 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં હાલોલમાં 9.84 ઇંચ, ઉમરેઠમાં 4.72 ઇંચ, કડાણામાં 4.33 ઇંચ, સંતરામપુરમાં 4.13 ઇંચ, બોરસદમાં 3.07 ઇંચ, નેત્રંગમાં 2.83 ઇંચ, ઘોઘંબામાં 2.40 ઇંચ, ભીલોડામાં 2.36 ઇંચ, ઝઘડિયામાં 2.28 ઇંચ, ઇડરમાં 2.13 ઇંચ, ખેડબ્રહ્મા અને જાંબુઘોડામાં 2.10 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 109 તાલુકામાં 1 થી લઇને 50 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટને રવિવારે સાબકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહિસાગર,અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના અન્ય જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

આ પણ વાંચો – અમદાવાદ: તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 8 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો

નર્મદા ડેમ 94 ટકા ભરાયો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,76,046 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે હાલ નર્મદા ડેમની સપાટી 136.64 મીટર પર પહોંચી છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને ડેમ 94 ટકા ભરાયો છે. નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના 15 ગેટમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ