Vav By Election Results 2024 Winner, Runner-up News: ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક ઉપર કમળ ખીલી ગયું છે. વાવ બેઠકને ગેની બેનનો ગઢ ગણાય છે ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકરો આ બેઠક ઉપર જીત નોંધાવી છે. આજે થયેલી મતગણતરીમાં શરૂઆતના વલણમાં કોંગ્રેસના ગુલાબજી રાજપૂત આગળ હતા અને એવું લાગતું હતું કે કોંગ્રેસના ગઢ કોઈ પાસે નહીં જાય પરંતુ મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં બાજી પલટાઈ ગઈ હતી. અને કોંગ્રેસના ગુલાબજી રાજપૂતને પછાડીને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકરોએ 1300 મતથી જીત નોંધાવી હતી.
વાવ વિધાનસભા બેઠક પરિણામ
1998 થી 2022 દરમિયાન યોજાયેલી વાવ વિધાનસભા ચૂંટણીમાં 4 વખત કોંગ્રેસ અને 2 વખત ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ 1998, 2002, 2017 અને 2022માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી. તો ભાજપે 2007 અને 2012માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી.