મોદી સરકાર 3.0 : ગુજરાતમાંથી 6 સાંસદ મંત્રી બન્યા, જુઓ કોણ-કોણ સામેલ

Gujarat Cabinet Ministers List 2024 : મોદી સરકાર 3.0માં કુલ 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 36 રાજ્ય મંત્રીઓ અને 5 સ્વતંત્ર હવાલા મંત્રીઓને શપથ લીધા છે

Written by Ashish Goyal
Updated : June 09, 2024 22:20 IST
મોદી સરકાર 3.0 : ગુજરાતમાંથી 6 સાંસદ મંત્રી બન્યા, જુઓ કોણ-કોણ સામેલ
અમિત શાહ અને સીઆર પાટીલે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા

PM Narendra Modi 3.0 Gujarat Cabinet Ministers List 2024 : પીએમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લઈ લીધા છે. મોદી સરકાર 3.0માં કુલ 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 36 રાજ્ય મંત્રીઓ અને 5 સ્વતંત્ર હવાલા મંત્રીઓને શપથ લીધા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો પાંચ સાંસદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે એક સાંસદને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અમિત શાહ, જેપી નડ્ડા, એસ. જયશંકર, સીઆર પાટીલ, મનસુખ માંડવિયાએ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે. જ્યારે નીમુબેન બાંભણિયાને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી, મનસુખ માંડવિયા પોરબંદરથી અને નીમુબેન બાંભણિયા ભાવનગરથી સાંસદ બન્યા છે. જ્યારે એસ.જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે.

અમિત શાહ – ગાંધીનગરથી સાંસદ

ગાંધીનગર બેઠક પર અમિત શાહનો 7,44,716 વોટથી વિજય થયો હતો. અમિત શાહને 10,10,972 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 2,66,256 વોટ મળ્યા હતા. ગાંધીનગર બેઠક પર છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભાજપનો દબદબો છે. ભાજપ અહીં 1989 થી જીત મેળવી રહ્યું છે.

સીઆર પાટીલ – નવસારીથી સાંસદ

નવસારી લોકસભા બેઠક ભાજપના સી.આર. પાટીલનો ગઢ છે. ભાજપના સી.આર.પાટીલે કોંગ્રેસના નૈષધ દેસાઈ સામે 7,73,551 મતોથી ભવ્ય વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો – સ્મૃતિ ઈરાનીથી અનુરાગ ઠાકુર સુધી, મોદી સરકાર 2.0ના 20 દિગ્ગજ ચહેરા, જે આ કેબિનેટમાં જોવા નહીં મળે!

મનસુખ માંડવિયા – પોરબંદરથી સાંસદ

જરાતની પોરબંદર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના મનસુખ માંડવિયાએ કોંગ્રેસના લલિત વસોયા સામે 3,83,360 મતોથી જીત મેળવી છે. પોરબંદરમાં ભાજપે સતત ત્રીજી જીત મેળવી છે. મનસુખ માંડવિયાને 6,33,118 મત મળ્યા હતા. જ્યારે લલિત વસોયાને 2,49,758 મત મળ્યા હતા.

નિમુબેન બાંભણિયા – ભાવનગરથી સાંસદ

ભાવનગર બેઠક પર ભાજપના નિમુબેન બાંબણિયાએ કોંગ્રેસ-આપના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે 4,55,289 મતોથી જીત મેળવી હતી. નિમુબેનને 7,16,883 મતો મળ્યા હતા. જ્યારે આપ પાર્ટીના ઉમેશ મકવાણાને 2,61,594 મતો મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ