લોકસભા ચૂંટણી પરિણામ 2024 : નવસારી બેઠક ભાજપના સી.આર. પાટીલનો દબદબો યથાવત્, 7,73,551 મતોથી ભવ્ય જીત

loksabha election 2024 Results Navsari : ગુજરાત લોકસભા ચૂંટણીનું પરિણામ, નવસારી લોકસભા બેઠક ભાજપના સી.આર. પાટીલનો ગઢ છે. આ બેઠક પર કોંગ્રેસ હજુ ખાતું ખોલાવી શકી નથી. કારણ કે, નવસારી બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપ જ જીતતી આવી છે

Written by Kiran Mehta
Updated : June 05, 2024 17:01 IST
લોકસભા ચૂંટણી પરિણામ 2024 : નવસારી બેઠક ભાજપના સી.આર. પાટીલનો દબદબો યથાવત્, 7,73,551 મતોથી ભવ્ય જીત
ભાજપના સી.આર.પાટીલે કોંગ્રેસના નૈષધ દેસાઈ સામે 7,73,551 મતોથી ભવ્ય જીત મેળવી

Navsari loksabha election 2024 Results : નવસારી લોકસભા બેઠક ભાજપના સી.આર. પાટીલનો ગઢ છે. આ બેઠક પર કોંગ્રેસ હજુ ખાતું ખોલાવી શકી નથી. કારણ કે, નવસારી બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપ જ જીતતી આવી છે. 2024માં પણ આ કહાની યથાવત્ રહી છે. ભાજપના સી.આર.પાટીલે કોંગ્રેસના નૈષધ દેસાઈ સામે 7,73,551 મતોથી ભવ્ય જીત મેળવી છે.

તમને જણાવી દઈએ કે, 2008 માં નવુ સિમાંકન થયું ત્યારબાદ 2009 માં નવસારીમાં પ્રથમ વખત લોકસભા ચૂંટણી થઈ હતી. ત્યારથી 2009, 20014 અને 2019 એમ અત્યાર સુધી ત્રણ ટર્મથી ચૂંટણીમાં ભાજપના સી.આર.પાટીલ જ ચૂંટાઈને આવી રહ્યા છે.

નવસારી લોકસભા બેઠક મતદાન

નવસારી લોકસભા બેઠક પર મતદાનના ઈતિહાસની વાત કરીએ તો, અહીં 70 ટકા સુધી મતદાન ટકાવારી પહોંચી નથી પરંતુ સી.આર. પાટીલ ઊંચા માર્જિનથી જીતતા આવ્યા છે. 2009 માં 47 ટકા મતદાન થયું હતુ, તો 2014 માં 66 ટકા મતદાન અને 2019માં પણ 66 ટકા મતદાન નોંધાયું હતુ. તો આ વખતે 2024 માં 57.36 ટકા મતદાન નોંધાયું હતુ.

નવસારી લોકસભા બેઠક સી.આર.પાટિલનો ગઢ

નવસારી બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલનો ગઢ માનવામાં આવે છે. ત્રણ ટર્મથી તે ચૂંટાઈ આવ્યા છે. અને ભાજપે આ વખતે પણ તેમને જ ટિકિટ આપી છે. મહત્વની વાત એ છે કે, 2014માં 5,58,116 મતોના વિક્રમી માર્જિન અને 2019 માં પણ 6,89,668 મતોના વિક્રમી માર્જિનથી સીઆર પાટિલે જીત નોંધાવી હતી.

Navsari loksabha election 2024 Results

નવસારી લોકસભા પરિણામ ઈતિહાસ

નવસારી લોકસભા બેઠક પર 2009માં સીઆર પાટિલે કોંગ્રેસના ધનસુખ રાજપુતને, 20014માં મકસુદ મિર્ઝા અને 2019 માં ધર્મેશ પટેલને હરાવ્યા હતા, તો જોઈએ ત્રણ ટર્મનું પરિણામ

વર્ષજીતપાર્ટી
2009સી.આર. પાટિલભાજપ
2014સી.આર. પાટિલભાજપ
2019સી.આર. પાટિલભાજપ

શું કોંગ્રેસ ઈતિહાસ રચી શકશે?

નવસારી લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી ત્યારથી કોંગ્રેસ આ બેઠક પર ઈતિહાસ રચવા પ્રયત્ન કરી રહી છે. આ બેઠક પર કોંગ્રેસે 2009 પ્રથમ વખત ધનસુખ રાજપૂતને ટિકિટ આપી પણ તે સફળ ન રહ્યા, પછી 2014માં કોંગ્રેસે મુસ્લિમ ચહેરા મકસૂદ મિર્ઝા પર ભરોસો કર્યો પરંતુ તે પણ સી.આર. પાટિલ સામે 5,58,116 મતથી હારી ગયા ત્યારબાદ કોંગ્રેસે 2019માં કોળી પટેલ ધર્મેશ પટેલને મેદાનમાં ઉતાર્યા પરંતુ તે પણ કોંગ્રેસને સફળતા ન અપાવી શક્યા આ વખતે કોંગ્રેસે નવસારીના નૈષધ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે.

નવસારી લોકસભા બેઠક 14 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1નૈષદભાઈ દેસાઈકોંગ્રેસ
2સી આર પાટીલભાજપા
3મલખાન વર્માબસપા
4ડૉ. કનુભાઈ ખડડિયાસોશ્યલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા
5કાદિર મહેબૂબ સૈયદસોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા
6મોહમ્મદ હનિફ શાહગરીબ કલ્યાણ પાર્ટી
7રમઝાન મન્સુરીલોગ પાર્ટી
8સુમનબેન કુશવાહસરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
9અયાઝ કાઝીઅપક્ષ
10ચંદનસિંહ ઠાકુરઅપક્ષ
11નવિનકુમાર પટેલઅપક્ષ
12શેખ મોહમ્મદ નિશારઅપક્ષ
13રાજુ વર્ડેઅપક્ષ
14કિરીટ એલ. સુરતીઅપક્ષ

કોણ છે નૈષધ પટેલ?

નવસારી કોંગ્રેસ ઉમેદવાર નૈષધ પટેલ સ્વતંત્ર સેનાની પરિવારમાંથી આવે છે. તેઓ પહેલા પણ લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. 2014 માં સુરતથી ભાજપના ઉમેદવાર દર્શના જરદોષ સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. નૈષધ પટેલ એમ.એસ.એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.

નવસારી લોકસભા બેઠક અંતર્ગત સાત વિધાનસભા બેઠક

નવસારી લોકસભા બેઠક અંતર્ગત સાત વિધાનસભા બેઠક આવે છે. જેમાં લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવીનો સમાવેશ થાય છે. આ સાતે બેઠકોના 2022 વિધાનસભા ચૂંટણિ પરિણામ પર એક નજર કરીએ તો, ભાજપને સાતે બેઠક પર કૂલ 903298 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 198883 જ્યારે આપને 192352 મત મળ્યા હતા. આ રીતે કોંગ્રેસ-આપના મત 3,91,235 થાય છે. જે ભાજપના કૂલ મતના આંકડા કરતા 512063 ઓછુ માર્જિન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ