Navratri 2025: આ વર્ષે અમદાવાદમાં પણ યોજાશે “માવડીનાં ગરબા”, જાણો તમામ માહિતી

Mavdi na Garba 2025: "માવડીનાં ગરબા"નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન એનચંટ એમજે ઇવેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયું છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી મુખ્ય ગરબા મહોત્સવ યોજાશે.

AhmedabadUpdated : August 19, 2025 19:30 IST
Navratri 2025: આ વર્ષે અમદાવાદમાં પણ યોજાશે “માવડીનાં ગરબા”, જાણો તમામ માહિતી
નવરાત્રીની ઉજવણીને નવા અંદાજમાં જીવંત બનાવવા માટે અમદાવાદમાં પ્રથમવાર ભવ્ય માવડીનાં ગરબાનું આયોજન. (તસવીર: સોશિયલ મીડિયા)

નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગરબા રસિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીની ઉજવણીને નવા અંદાજમાં જીવંત બનાવવા માટે અમદાવાદમાં પ્રથમવાર ભવ્ય માવડીનાં ગરબાનું આયોજન આર. એમ. પટેલ ફાર્મ, એસ. જી. હાઈવે ખાતે થવા જઈ રહ્યું છે. આ ગરબા પ્રીમિયમ લોકેશન અને પ્રીમિયમ ક્રાઉડ સાથે વિશાળ સ્પેસ, ટ્રેડિશનલ અને મોડર્ન સેટઅપ અને રોયલ એમ્બિયન્સ ડેકોર જેવી ખાસિયતો સાથે અમદાવાદીઓને અનોખો અનુભવ આપશે.

આ માવડીનાં ગરબાનું આયોજન 12 દિવસ માટે કરાયું છે. 20મી સપ્ટેમ્બર અને 21મી સપ્ટેમ્બર એ પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન યોજાશે જેમાં, 20મી સપ્ટેમ્બરે ગુજરાતની કોયલ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ સિંગર ગીતા રબારીના ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમશે. 12 દિવસ માટે આયોજિત થનાર આ નવરાત્રીનું ખાસ એનાઉન્સમેન્ટ આયોજકકર્તા જયદીપ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું અને મિત્તલ ગોરાણાએ પણ માહિતી આપી હતી. આ પ્રસંગે ગીતા રબારીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી અને તેમણે મોર્ડર્ન – ટ્રેડિશનલ ગરબા સાથે આયોજિત થનાર આ નવરાત્રી અંગે વાત કરી.

ઉલ્લેખનીય છે કે, “માવડીનાં ગરબા”નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન એનચંટ એમજે ઇવેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયું છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી મુખ્ય ગરબા મહોત્સવ યોજાશે, જેમાં દરરોજ સાંજે 8:30થી રાત્રે 12:30 સુધી જૂદા- જૂદા સુપ્રસિદ્ધ સિંગર્સ પરફોર્મ કરશે અને ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવશે અને ત્યારબાદ રાત્રે 1:00થી વહેલી સવારે 4:00 સુધી ઢોલ-શેહનાઈના તાલે ખેલૈયાઓ ટ્રેડિશનલ ગરબાનો આનંદ માણશે.

“માવડીનાં ગરબા”ની ખાસ વાત એ છે કે અહીં ફક્ત ફોટો ક્લિક કરવાના ઝોન કે આકર્ષક સેટઅપ નહીં પરંતુ નવરાત્રીનો ખરો અર્થ અને પરંપરા લોકોને અનુભવી શકે તેવું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. માવડી નાં ગરબાનો હેતુ માત્ર મનોરંજન નહીં, પરંતુ નવરાત્રીની સંસ્કૃતિ અને ભાવનાને સાચા અર્થમાં જીવંત કરવાનું છે.

આ પણ વાંચો: 22 વર્ષની મણિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 બની, જુઓ તેની અદ્ભુત તસવીરો

આયોજક જયદીપ મકવાણા એ જણાવ્યું હતું કે, “અમે આર.એમ. પટેલ ફાર્મ ખાતે ગરબા આયોજિત કર્યા છે અને અહીં ક્ષમતા 15થી 20 હજાર લોકોની છે અને અમે આ વર્ષે ઓછામાં ઓછા 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ અને ગરબા પ્રેમીઓના ઉપસ્થિત થવાની અપેક્ષા રાખીએ છીએ. ‘માવડી નાં ગરબા’ની ખાસિયત એ છે કે અહીં લોકો ફક્ત ડાન્સ કે મનોરંજન માટે નહીં પરંતુ નવરાત્રીની સંસ્કૃતિને હૃદયપૂર્વક અનુભવી શકે તેવું વાતાવરણ અમે તૈયાર કરી રહ્યા છીએ. આજના સમયમાં ગરબા ઇવેન્ટ્સ ફક્ત ફોટો ઝોન કે ગ્લિટર-ગ્લેમ સુધી સીમિત થઈ ગયા છે, પરંતુ અમે સાચા અર્થમાં પરંપરા, સંગીત અને ભક્તિને એકસાથે લાવી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે અહીં આવતા દરેકને નવરાત્રીનો સાચો આનંદ, માતાજીના આશીર્વાદ અને પરંપરાગત ગરબાનો અનોખો અનુભવ મળે.”

આ વર્ષે યોજાનાj “માવડીનાંગરબા” ખેલૈયાઓ માટે માત્ર સંગીત અને નૃત્યનો જ ઉત્સવનહીં પરંતુ પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો જીવંત મેળો સાબિત થશે. અમદાવાદીઓને રિયલ અને રોયલ નવરાત્રીનો અનુભવ એકસાથે કરાવવાના હેતુથી આ ભવ્ય આયોજન નિશ્ચિતપણે યાદગાર બનશે. આયોજકોના મતે, આ ગરબા માત્ર અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ