ગુજરાતના સૌથી મોટા મેળા જન્માષ્ટમી લોક મેળાનું ઉદ્ઘાટન ગુરુવારે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. કલેક્ટર ઓમ પ્રકાશ મચ્છરાએ જણાવ્યું હતું કે, “શૌર્યનું સિંદૂર” નામ આપવામાં આવ્યું છે, જે પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનો સ્પષ્ટ સંદર્ભ છે, આ નામ લોકો તરફથી મળેલી 3,000 થી વધુ એન્ટ્રીઓમાંથી પસંદ કરવામાં આવ્યું હતું.
આ મેળાનું ઉદ્ઘાટન કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સામાજિક ન્યાય મંત્રી ભાનુબેન બાબરિયાએ કર્યું હતું. આ મેળો 70,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાંથી 23,000 ચોરસ મીટરમાં રાઇડ્સ અને સ્ટોલ છે જ્યારે બાકીનો વિસ્તાર ખુલ્લો છે.
કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, “આપત્તિના કિસ્સામાં અમે જાહેર સભા વિસ્તારોને ચિહ્નિત કર્યા છે, સતત દેખરેખ માટે વોચટાવર બનાવવામાં આવ્યા છે, અને મદદ માટે ડિઝાસ્ટક ટીમો બનાવવામાં આવી છે. મેળાને સુરક્ષિત રાખવા માટે ડિઝાસ્ટર પ્રતિભાવ યોજના તૈયાર કરવામાં આવી છે.”
આ પણ વાંચો: ગુજરાતનું રામનગર ‘પાકિસ્તાન મોહલ્લા’થી ઓળખાતું હતું, હવે હિંદુસ્તાની મોહલ્લા બન્યું; જાણો શું છે આખી વાર્તા
તેમણે વધુમાં કહ્યું, “બે ડિઝાસ્ટર (તૈયારી) વર્કશોપ પણ યોજવામાં આવ્યા હતા અને લોકોમાં વિશ્વાસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સિસ્ટમ તેમના માટે કામ કરી રહી છે.”