Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીથી રાહત મળશે. ત્યાં જ આજે અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસે ભારે ભીડ ઉમટી હતી. આ ઉપરાંત સુરતના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) એ તાજેતરમાં જૂના શહેરના સલાબતપુરા વિસ્તારમાં અશાંત ધારા હેઠળ એક મિલકત સીલ કરી હતી.
સુરતમાં મહિલાની મિલકત જપ્ત
સુરતમાં અશાંત વિસ્તાર અધિનિયમ હેઠળ મોટી કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે. સુરતના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) એ તાજેતરમાં જૂના શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક મિલકત સીલ કરી હતી. આ મિલકતની માલિક એક હિન્દુ મહિલા હતી, જેણે તેને એક મુસ્લિમ મહિલાને મિલકત વેચી દીધી હતી. જોકે વેચાણ પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ ન હતી. જિલ્લા કલેક્ટરે આને અશાંત વિસ્તાર અધિનિયમનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રવિવારે અંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યની સમૃદ્ધિ માટે, મુખ્યમંત્રીએ જગત જનની મા અંબાના દર્શન કર્યા અને પાલખી અને ઘંટ યાત્રાને લીલી ઝંડી આપી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત નેજા હેઠળ પવિત્ર યાત્રાધામ અને આદિ શક્તિપીઠ અંબાજી ખાતે ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વડોદરા મહાનગરપાલિકા ભરતી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં સૈનિક (ફાયરમેન)ની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ બંને મળીને કુલ 204 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાત હવામાન વિભાગની ઠંડીની આગાહી
ગુજરાતમાં રવિવારના દિવસે ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. જ્યારે આગામી પાંચ દિવસ ઠંડીમાં મોટો ફેરફાર નહીં થાય. આગામી દિવસોમાં ધીમે ધીમે ઠંડી ઘટવા લાગશે. માટે હવે પાંચ દિવસ સુધી લોકોને ઠંડીમાં રાહત મળશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વારક અકસ્માત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે એક ગમખ્વારક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત આઈસર અને ગાડી વચ્ચે થતાં અમદાવાદના જૈન દંપતીનું મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળકનો આબાદ બચાવ થયો હતો.
અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકી
અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજે સવારે મળી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો પત્ર લખ્યો હતો અને સીટની નીચે મૂકી દીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે આ કેસમાં જણાવ્યું હતું કે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે બાદ 180 મુસાફરનાં રાઇટિંગ સેમ્પલ લીધાં હતા.