Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ વરસાદ ફરીથી ગતિ પકડી રહ્યો છે. મેઘ રાજા ફરીથી બેટિંગના મૂડમાં આવી ગયા છે. વરસાદે સુરતના ઉમરપાડાના ધબધબાટી બોલાવી હતી. હવામાન વિભાગે ફરીથી સુરત, છોટા ઉદેપુર અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે શુક્રવારના દિવસે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે શુક્રવારે દાહોદ, છોટા ઉદેપુર અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
શનિવારે 16 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે શનિવાર માટે 16 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. શનિવારના દિવસે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.