Gujarat Got Award For Water Management: રાજ્યના દરેક ખુણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવું હંમેશા ગુજરાત સરકારની પ્રાથમિક્તા રહી છે. જેના પરિણામ સ્વરૂપે આજે નવી દિલ્હી ખાતે આયોજીત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-પુરસ્કાર’ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા ગુજરાત અને પોંડુચેરીને શ્રેષ્ઠ રાજ્યોની કેટેગરીમાં દેશમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરવા પર સન્માનિત કરવામાં આવ્યા, જે આખા પ્રદેશ માટે ગૌરવની વાત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળીયા અને રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે ખરેખરમાં ‘જળ જ જીવન છે’ના મંત્રને સાકાર કર્યું છે.
આ પુરસ્કાર માટે કેન્દ્રીય જળ આયોગ અને મૃદા બોર્ડ દ્વારા આપવામાં આવેલા મૂલ્યાંકન અને મૃદા સત્યાપન બાદ બેસ્ટ કેટેગરીમાં ઓડિશા પ્રથમ સ્થાન, ઉત્તર પ્રદેશ બીજા સ્થાન અને ગુજરાત અને પોંડુચેરી ત્રીજા સ્થાને રહ્યા હતા.
નવી દિલ્હીમાં આજે આયોજીત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલની હાજરીમાં ગુજરાત સરકારના જળ સંસાધન વિભાગના સચિવ પીસી વ્યાસને આ પુરસ્કાર સ્વીકાર કર્યો હતો.
ગુજરાત દ્વારા લેવામાં આવેલા જરૂરી પગલા
તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશનમાં ગુજરાતે જળ પ્રબંધનનાં ક્ષેત્રે ઘણી નવી અને સફળ પરિયોજનાઓ શરૂ કરી હતી. જેમાં સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં 5,000થી વધુ વોટર કંઝર્વેશન એન્ડ રેન વોટર હાર્વેસ્ટિંગ લાગુ કરાઈ હતી. આ સિવાય અલગ-અલગ જળ સંરક્ષણ માટે લગભગ રૂ. 800 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
આ સિવાય પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જળ સિંચાઇ ક્ષમતા વધારવરા માટે 2,8 લાખ હેક્ટયેર ખેતીની જમીન સુધી સૂક્ષ્મ સિંચાઈ પ્રણાલીનો વિસ્તાર કર્યો હતો. જ્યારે પીએમકેએસવાય અંતર્ગત ડ્રીપ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ માટે લગભગ રૂ.500 કરોડ ફાળવ્યા હતા.
પીએમકેએસવાય અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પહેલાથી પાણીની ખપતમાં 20 ટકાનો ઘટાડો થયો છે અને કૃષિ ઉત્પાદમાં પણ સારી એવી વૃદ્ધિ થઈ છે. ત્યાં જ પાણીની જાળવણી અને ખેડૂત ટ્રેનિંગ પ્રોગ્રામ માટે એક હજાર કરોડનું રોકાણ થયું છે. રાજ્યના નેતૃત્વવાળા કાર્યક્રમ અંતર્ગત રૂ. 200 કરોડની લાગતથી લગભગ 1200 ગામડાઓમાં જળ ઉપભોક્તા સંઘનું ગઠન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વોટર સપ્લાઈ મેનેજમેન્ટ માટે જળ જીવન મિશન અંતર્ગત રાજ્યના 90 ટકા ગ્રામીણ પરિવારોને રૂ. 3500 કરોડની કિંમતના નળ કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નકલી, નકલી, નકલી: ગાંધીનગરમાં એક વ્યક્તિએ પોતે જજ બની આશરે 5 વર્ષ સુધી નકલી કોર્ટ ચલાવી
ત્યાં જ વર્ષ 2025 સુધીમાં 100 ટકા ઘરોમાં નળ કનેક્શન આપવાનું લક્ષ્ય છે. કાયકલ્પ અને શહેરી પરિવર્તન (અમૃત) માટે અટલ મિશન જેવી યોજનાઓ અંતર્ગત રૂ. 2000 કરોડ રૂપિયાના ખર્ચે 100 ટકા શહેરી વિસ્તારોમાં પાણી પહોંચાડવાનો ટાર્ગેટ છે. સાથે જ ભૂજળ પ્રબંધન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત લગભગ રૂ.150 કરોડના ખર્ચે વધુ માંગવાળા ક્ષેત્રોમાં 200 ભૂમિગત ખંભાતી કૂવા પણ વિકસિત કરવામાં આવશે. આ સિવાય ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત જળ શુદ્ધિકરણ પરિયોજના માટે રૂ.50 કરોડના ખર્ચે લગભગ 500થી વધુ ગામડાઓમાં પાણીની ગુણવત્તામાં સુધાર કરવામાં આવશે.
ગુજરાતની જીવદોરી સમાન સરદાર સરોવર બાંધ દ્વારા આખા રાજ્યમાં પાણી અને સિંચાઈ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ પહેલ અંતર્ગત એસએસએનએનએલની સહાયક કંપની ગુજરાતની હરિત ક્રાંતિ જીજીઆરસી આધુનિક સિંચાઈ વિધિઓને અપનાવીને ખેડૂતોને પાણીની સુવિધા પુરી પાડી રહી છે.