અંબાજી અકસ્માત : અંબાજી નજીક ત્રીશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસને અકસ્માત, 6 લોકોના મોત, 35 ઘાયલ

Ambaji Bus accident : અંબાજી નજીક આવેલા ત્રિસુળીયા ઘાટ પાસે બસ પલ્ટી ખાઈ જતા 6 લોકોના મોત નિપજ્યા છે. ત્યાં જ આ રોડ અકસ્માતમાં 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Written by Ankit Patel
Updated : October 07, 2024 13:52 IST
અંબાજી અકસ્માત : અંબાજી નજીક ત્રીશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસને અકસ્માત, 6 લોકોના મોત, 35 ઘાયલ
અંબાજી બસ અકસ્માત - photo - Jansatta

Ambaji Road Accident, અંબાજી અકસ્માત : યાત્રાપીઠ અંબાજી નજીક આવેલા ત્રિસુળીયા ઘાટ પાસે બસ પલ્ટી ખાઈ જતા 6 લોકોના મોત નિપજ્યા છે. ત્યાં જ આ રોડ અકસ્માતમાં 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત આજે સવારે 10 વાગ્યાના સુમારે બન્યો હતો. જેમાં એક લગ્ઝરી બસ અંબાજીના ત્રિસુળીયા ઘાટ ખાતે પલ્ટી ખાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઘટનાસ્થળે જ 4 લોકોના મોત નિપજ્યા હતા તો એક બાળકનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું ત્યાં જ એક યુવકે પણ પાલનપુર સિવિલમાં દમ તોડ્યો હતો. હાલમાં 35 જેટલા ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

આ ઘટનાની જાણકારી મળતા જ SP, DySP અને અંબાજી તથા દાંતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ તમામ શ્રદ્ધાળુંઓને 108ની મદદથી પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા હતા. તમને જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ 2019માં પણ ત્રિસુળીયા ઘાટ ખાતે એક મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખેડાના કઠલાલ તાલુકાની એક લગ્ઝરી બસમાં સવાર 22 લોકોના મોત નિપજ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ