Ahmedabad Plane Crash: ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ બંધ થવાથી વિમાન ક્રેશ થયું? જાણો તેની ફ્લાઇટમાં શું કામગીરી હોય છે?

Ahmedabad Air India Plane Crash Reason : અમદાવાદ એર ઈન્ડિયા વિમાન ક્રેશ દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યો છે. જેમા ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ બંધ થવાના લીધે વિમાન ક્રેશ થયં હોવાનું મનાય છે. ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ શું છે? ફ્લાઇટમાં તેની શું ભૂમિકા હોય છે? આ સ્વિચ ક્યારે ચાલુ બંધ કરવામાં આવે છે? જાણો

Written by Ajay Saroya
Updated : July 13, 2025 08:57 IST
Ahmedabad Plane Crash: ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ બંધ થવાથી વિમાન ક્રેશ થયું? જાણો તેની ફ્લાઇટમાં શું કામગીરી હોય છે?
Air India Plane Crash In Ahmedabad : અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા 241 પેસેન્જરના મોત થયા છે. (Express Photo)

Ahmedabad Air India Plane Crash Report : અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દૂર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યો છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફ્યૂઅલ કંટ્રોલની સ્વિચ ફ્લાઇટ બાદ તરત જ બંધ કરી દેવામાં આવી હતી. તેને દુર્ઘટનાનું એક મોટું કારણ પણ માનવામાં આવે છે. હવે સરકાર હજુ સુધી કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ પર પહોંચવા માંગતી નથી, પરંતુ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ શું છે, કોઈ પણ ફ્લાઇટમાં તેની ભૂમિકા શું છે? આ સ્વિચ ક્યારે ચાલુ અને બંધ કરવામાં આવે છે? જો આ સ્વિચ ખરાબ થાય તો શું થઈ શકે? ચાલો સરળ શબ્દોમાં સમગ્ર બાબતને સમજવાનો પ્રયત્ન કરીયે

ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ શું કામગીરી કરે છે?

સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે એિન્જનને ફ્યૂઅલ સપ્લાય કરવામાં આવે છે ત્યારે આ ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ તેને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. એરક્રાફ્ટમાં બે એન્જિન હોવાથી ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ પણ બે હોય છે. કોઈપણ વિમાનમાં, પાઇલટ સ્ટાર્ટ અથવા શટડાઉન દરમિયાન આ સ્વિચનો ઉપયોગ કરે છે. ઈમરજન્સીના કિસ્સામાં એન્જિનને બંધ કરવા અને પછી તરત જ સ્ટાર્ટ કરવા માટે પણ આ જ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે.

ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચમાં કયા ક્યા પાર્ટ્સ હોય છે?

ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચના 2 સૌથી મહત્ત્વના પાર્ટ્સ હોય છે- એક રન પોઝિશન અને બીજો કટઓફ પોઝિશન. રન પોઝિશન સીધો અર્થ એ છે કે સ્વિચ ચાલુ થતાંની સાથે જ વિમાનના એન્જિનમાં ફ્યૂઅલ સપ્લાય શરૂ થઈ જાય છે. ફ્લાઇટ દરમિયાન જે થ્રસ્ટની જરૂર હોય છે તે આ સ્વિચ ચાલુ થતાં જ મળવા લાગે છે. હવે બીજો ભાગ કટઓફ છે, એટલે કે તમે સ્વીચ બંધ કરી દીધી છે. પ્લેન લેન્ડ થયું હોય અને તેને બંધ કરવું પડે ત્યારે કોઈપણ પાઈલટ તેનો ઉપયોગ કરે છે. ક્યારેક ઈમરજન્સીમાં પણ તેને બંધ કરી દેવામાં આવે છે, આવું વિમાનને આગથી બચાવવા માટે પણ કરવામાં આવે છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં 270 લોકોના મોત

તમને જણાવી દઇયે કે, 12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું 171 બોઇંગ 787-8 પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન દૂર્ઘટનામાં 241 મુસાફરો સહિત 270 લોકોના મોત થયા હતા. એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદ એરપોર્ટથી લંડન જઇ રહ્યું હતું. જો કે કમનસીબે વિમાન ઉડાન ભર્યાની થોડીક જ મિનિટમાં ક્રેશ થઇ ગઇ હતું. અમદાવાદ પ્લેન ક્રેશ થવાના મહત્વપૂર્ણ મુદ્દ અને ઘટનાક્રમ જાણવા અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ