ભરૂચમાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, ગાડીનો કચ્ચરઘાણ, 3 લોકોના મોત અને 4 ઘાયલ

Bharuch Road Accident: ભરૂચમાં જિલ્લામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ રોડ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે ત્યાં જ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયાનત હતો કે કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.

Written by Rakesh Parmar
January 08, 2025 17:53 IST
ભરૂચમાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, ગાડીનો કચ્ચરઘાણ, 3 લોકોના મોત અને 4 ઘાયલ
અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. (તસવીર: સોશિયલ મીડિયા, વીડિયો ગ્રેબ)

Bharuch News: ભરૂચમાં જિલ્લામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ રોડ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે ત્યાં જ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયાનત હતો કે કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. પોલીસ અનુસાર, આ અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે પર અંકલેશ્વર શહેર પાસે થયો હતો.

આ કેસની માહિતી આપતાં પાનોલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શિલ્પા દેસાઈએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રના પાલઘરના 7 લોકો ઉર્સમાં હાજરી આપીને અજમેર (રાજસ્થાન) થી પરત ફરી રહ્યા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ભયાનક અકસ્માત થયો હતો.” તેમણે જણાવ્યું કે પાનોલી નજીકના એક પુલ પર કારને પહેલા પાછળથી આવી રહેલા એક ટ્રકે ટક્કર મારી હતી, જેના કારણે કાર ધીમી ગતિએ જઈ રહેલી અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારાઓ પણ ચોંકી ગયા હતા.

આ પણ વાંચો: ‘જન-ગણ-મન આપણું રાષ્ટ્રગીત નથી’, મહંત રામગીરી મહારાજનું ફરી વિવાદાસ્પદ નિવેદન

મૃતકોની ઓળખ

પોલીસે જણાવ્યું કે અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ 32 વર્ષીય તાહિર શેખ, 23 વર્ષીય અયાન અને 26 વર્ષીય મુદસ્સર તરીકે થઈ છે. જ્યારે ચાર ઘાયલ લોકોને ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

અગાઉ પણ અકસ્માત થયો હતો

બનાસકાંઠા જિલ્લાના સુઇગામમાં અગાઉ પણ મોટો અકસ્માત સર્જાયો હતો. સુઇગામમાં એક લક્ઝરી બસને ટેન્કરના કારણે અકસ્માત નડ્યો હતો, જે દરમિયાન 20 જેટલા લોકો ઘાયલ થયા હતા અને 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બસ ગુજરાતના જામનગરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. ત્યાકે ટેન્કર સાથે જોરદાર ટક્કર થતાં તે સોનેથ ગામ નજીક ભારત માલા હાઇવે પર અથડાઈ હતી. જણાવવામાં આવ્યું હતું કે ટેન્કર ચાલકે રોંગ સાઈડથી આવીને બસને ટક્કર મારી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ