Arjun Tendulkar Engaged Saaniya Chandhok : સચિન તેંડુલકરનો પુત્ર અને ક્રિકેટર અર્જુન તેંડુલકર લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. અર્જુન તેંડુલકરે બુધવારે મુંબઈમાં યોજાયેલા એક સમારોહમાં સાનિયા ચંડોક સાથે સગાઈ કરી હતી. સાનિયા ચંડોક ભલે ઘણા લોકો માટે નવું નામ હોય, પરંતુ તે જે પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તે લાંબા સમયથી ભારતના બિઝનેસ સેક્ટરમાં યોગદાન આપી રહી છે. સાનિયા ચંડોક પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી અને ગૌરવ ઘઈની પુત્રી છે.
ઘઈ પરિવારનો બિઝનેસ શું છે?
સાનિયા ચંડોકના પિતા અને દાદાનો હોસ્પિટાલિટી અને ફૂડ સેક્ટરમાં પારિવારિક બિઝનેસ છે. આ વ્યવસાય ગ્રેવિસ ગ્રુપના નામથી ચાલે છે. આ ઉપરાંત આ પરિવાર પ્રખ્યાત આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલીન ક્રીમરીનો પણ માલિક છે.
ઘઈ પરિવાર એક જાણીતા હોટલ ગ્રુપ ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપ પણ ચલાવે છે. આ હોટલ ગ્રૂપની મલ્ટીનેશનલ વેલ્યુ 18.43 બિલિયન ડોલર (1.6 લાખ કરોડ રૂપિયા) છે.
સાનિયા ચંડોક શું કરે છે?
અર્જુન તેંડુલકરની મંગેતર સાનિયા ચંડોક પણ બિઝનેસ સાથે જોડાયેલી છે. લાઇમલાઇટથી દૂર રહેતી સાનિયા ચંડોક મુંબઇમાં મિસ્ટર પાઉસ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપીની પાર્ટનર અને ડાયરેક્ટર છે. તેની શરૂઆત 2022માં માત્ર એક લાખ રૂપિયાની મૂડીથી થઈ હતી.
મિસ્ટર પોઝ એક પેટ-કેર સ્પા અને સ્ટોર છે, જે મુંબઈમાં આવેલું છે. તે પશુઓના સ્કીનકે , માવજત અને સંબંધિત પ્રોડક્ટ પ્રદાન કરે છે. કંપનીની અધિકૃત મૂડી 2.23 કરોડ રૂપિયા છે અને પેઇડ અપ કેપિટલ 90,100 કરોડ રૂપિયા છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય સાથેના રેકોર્ડ દર્શાવે છે કે સાનિયા ચંડોકની કંપની પાસે 0.10 મિલિયન રૂપિયાની અધિકૃત મૂડી છે.
સાનિયા ચંડોકનો પરિવાર કેટલો ધનવાન છે?
સાનિયા ચંડોકના પરિવારમાં દરેક વ્યક્તિ બિઝનેસમેન છે. સોનિયા ચંડોકના દાદા રવિ ઘઈ ગ્રેવિસ હોસ્પિટાલિટી લિમિટેડના અધ્યક્ષ છે. તેમના પિતા ઇકબાલ કિશન ઘઈ દેશમાં ગુણવત્તાયુક્ત આઈસ્ક્રીમ બ્રાન્ડ લાવ્યા હતા. તેમણે મુંબઈના મરીન ડ્રાઈવમાં ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલ બનાવી હતી. આઇસક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રિમરીના ટર્નઓવરની વિગત પ્રાપ્ત નથી, પરંતુ પેરેન્ટ કંપની ગ્રેવિસ ફૂડ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડે નાણાકીય વર્ષ 23-24 માટે રૂ.624 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ 20 ટકા વધારે છે.